હાર્દિકને ઉપવાસ માટે ગ્રાઉન્ડ નહીં મળે?

  • હાર્દિકને ઉપવાસ માટે ગ્રાઉન્ડ નહીં મળે?
  • હાર્દિકને ઉપવાસ માટે ગ્રાઉન્ડ નહીં મળે?
  • હાર્દિકને ઉપવાસ માટે ગ્રાઉન્ડ નહીં મળે?

 નિકોલમાં ઉપવાસ માટે માંગેલું મેદાન પાર્કિંગ ઝોન બનાવી દેવાયું : સરકાર અને પાસ વચ્ચે વિવાદના લબકારા
રાજકોટ તા.10
અમદાવાદમાં આગામી તા.રપ ઓગસ્ટથી પાસના ક્ધવીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ શરૂ કરનાર છે તે પૂર્વે હાર્દિકે નિકોલમાં જે મેદાન ભાડે માગ્યું છે તેને કોર્પો.ને પાર્કીંગ ઝોન બનાવી દેતા ગ્રાઉન્ડની મંજુરી માટે આજે બપોરે હાર્દિક પટેલ પોલીસ કમિશ્નર અને મ્યુનિ. કમિશ્નરને રૂબરૂ રજૂઆત કરવા જનાર હોય, મામલો ગરમાયો છે અને બન્ને કચેરીમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બે માસ પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ મહાનગરપાલીકાનું મેદાન ભાડે માંગવામાં આવ્યું છે પરંતુ મહાનગરપાલીકાએ આજ સુધી ગ્રાઉન્ડ અંગે લેખિત કે મૌખિક જવાબ પણ આપ્યો નથી અને રાતોરાત આ મેદાનને પાર્કીંગ ઝોન જાહેર કરી દીધો હતો.
આમરણાંત ઉપવાસની મંજુરીના મુદ્દે સરકાર અને પાસ વચ્ચે વધુ એક વખત વિવાદ સર્જાવાના સંકેત છે. આજે હાર્દિક પટેલ જગ્યાની મંજુરી માટે પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તથા મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાને રૂબરૂ મળનાર છે અને ગ્રાઉન્ડની તેમજ ઉપવાસની મંજુરી અંગે અંતિમ રજુઆત કરનાર છે.
હાર્દિકે ગુરુવારે જણાવ્યું છે કે, આજે ઉપવાસ આંદોલનની મંજૂરી સંદર્ભે તંત્રની મુલાકાત કરીશ. આ સાથે જ ભાજપને એવી ચીમકી ઉચ્ચારી છે કે, કોઈ ઉપવાસ આંદોલન રોકી શકશે નહીં. હાર્દિકે અમદાવાદના નિકોલમાં ઉપવાસ માટે માંગેલું મેદાન પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સંદર્ભે પાસ ક્ધવીનરે કહ્યું કે, આજે હું આંદોલનની મંજૂરી બાબતે પહેલી અને છેલ્લી વાર અમદાવાદ શહેર પોલીસ કમિશનરને બપોરે 2.15 કલાકે તેમજ મ્યુનિ. કમિશનરને 3.20 કલાકે રૂબરૂ મળીશ. પાસ ક્ધવીનરે કહ્યું કે, ઉપવાસ કાર્યક્રમ બંધ રાખવા માટે ભાજપ સરકાર તમામ તાકાત લગાવી રહી છે, તમામ પ્રકારના તરકટ રચી રહી છે. પાસ ટીમનું કહેવું છે કે, ઉપવાસ માટે 50થી વધુ દિવસ પહેલાં કોર્પોરેશનના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, હવે આ મેદાનને રાતોરાત પાર્કિંગ ઝોન જાહેર કર્યો એટલે અમે સહકારની ભાવનાથી નિકોલમાં આવેલા બીજા પ્લોટમાં કાર્યક્રમ કરવા માટે તૈયારી દર્શાવી છે.