રિલાયન્સની અરવિંદ સાથે ભાગીદારી: ઉચ્ચગુણવતાયુક્ત RlElanTM કાપડનું ઉત્પાદન કરાશે

  • રિલાયન્સની અરવિંદ સાથે ભાગીદારી: ઉચ્ચગુણવતાયુક્ત RlElanTM કાપડનું ઉત્પાદન કરાશે

અમદાવાદ, તા.10
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)દ્વારા અમદાવાદ સ્થિત અરવિંદ લિમિટેડ સાથે જોડાણ કરી ઉચ્ચગુણવતાયુક્ત સહ-બ્રાંડીગ ધરાવતાં છહઊહફક્ષઝખ કાપડનું ઉત્પાદન કરશે. આ ભાગીદારી આર.આઇ.એલ.ની હબ એકસલન્સ પાર્ટનર કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે.
આર.આઇ.એલ. દ્વારા આજે અમદાવાદમાંહબ એકસલન્સ પાર્ટનરમીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છહઊહફક્ષઝખ કાપડ 2.0 રજૂકરાયું હતું. આ કાપડ વિશેષ ફાઈબરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ડેનીમ અને બીજા વણાટના કાપડમાં ઉપયોગમાં લેવાશે. આ કાર્યક્ર્મમાં ટેક્ષટાઇલ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી અને તેમનો છહઊહફક્ષઝખ કાપડ પ્રત્યેનો પ્રતિભાવ ખૂબ જ ઉત્સાહજનક હતો.
આ ભાગીદારી મુજબ, અરવિંદ ઉચ્ચ કક્ષાનુંગુણવતાયુકત કાપડ પૂરું પાડશે, જ્યારે આર.આઇ.એલ. છહઊહફક્ષઝખની ઉચ્ચ ગુણવતાયુક્ત ટેક્નોલોજી નિર્ધારિત સમય મર્યાદામાં અરવિંદને પૂરી પાડશે.
અરવિંદ લિમિટેડના ડેનિમ વિભાગના સી.ઇ.ઓ. શ્રી આમીર અખ્તરે જણાવ્યું હતું કેડેનિમ ફેબ્રિકની છહઊહફક્ષઝખશ્રેણી માટે રિલાયન્સ સાથે જોડાણ કરવાનો અમને આનંદ છે. અરવિંદ માટે આ ભાગીદારી નવા ટ્રેન્ડ્સ પ્રમાણે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા માટેનાં દ્વાર ખોલી આપશે. આ કો-બ્રાન્ડિંગ પ્રયાસો કલાત્મક રીતે આનંદ આપનારા, ટેકનોલોજીની રીતે અગ્રેસર અને સૌથી મહત્વપૂર્ણ રીતે ટકાઉ ઉત્પાદનો આપવાના અમારા વિઝનને પુન:પ્રતિપાદિત કરે છે.
એક વ્યાવસાયિક અગ્રણી અને સ્થાપક કંપની તરીકે આર.આઇ.એલ. સામાન્ય માણસને લાભ થાય તેવુંમૂલ્યવર્ધક, સરળ કાળજી માંગતુ અને વધુ આરામદાયક કાપડ કેવી રીતે બની શકે તે માટે હંમેશા વિચારશીલ રહી છે.
આર.આઇ.એલ. માટે ગુજરાત અગત્યનું રાજય રહ્યું છે. કંપનીએ હબ એકસલન્સ પાર્ટનરકાર્યક્રમની શરૂઆત પણ અમદાવાદ અને સુરતથી કરી છે. આર.આઇ.એલ.આ ઉચ્ચગુણવત્તાયુકત છહઊહફક્ષઝખ કાપડ અમદાવાદ અને સુરતમાં બનાવશે, તેથી તેના અનુભવ, જ્ઞાન અને ટેક્નોલોજીનો લાભ આ શહેરોના કાપડ ઉદ્યોગ અને વસ્ત્ર ઉત્પાદકોને પણ મળશે.
છહઊહફક્ષઝખ ની કો-બ્રાન્ડિંગ કવાયત, આર.આઇ.એલ.ને પુરૂષો
તથા મહિલાઓ માટેનાં વસ્ત્રોનો
સમાન હિસ્સો ધરાવતા લગભગ રૂ.2,25000થી રૂ.2,50,000 કરોડના ભારતીય વસ્ત્ર બજારમાં તેની હાજરી વધારે મજબૂત બનાવવામાં મદદ કરશે. સમગ્ર ભારતમાં વિસ્તરાયેલું આ નેટવર્ક એપરલ બ્રાન્ડના માલિકો તથા રીટેલરોને એક સરખું ઉત્પાદન, સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂરૂં પાડવા ખાતરીબધ્ધ હશે.
છઈંક દ્વારા 32 ટેક્ષટાઇલ ઉદ્યોગગૃહો સાથે ભાગીદારી કરવામાં આવી છે, જે છહઊહફક્ષઝખ ટેક્નોલોજીની મદદથી આધુનિક યુગના કાપડનું ઉત્પાદન કરવા સજ્જ છે. આર.આઇ.એલ.દ્વારા આ ઉદ્યોગગૃહોને વિશેષ જાણકારી, વિસ્તૃત માહિતી અને નિષ્ણાત પરામર્શ સહકાર અપાશે, જેથી તેઓ વસ્ત્રઉત્પાદકોને ઉન્નત અને ટકાઉ ગુણવતા યુકત કાપડ પૂરું પાડી શકે.