સોનોગ્રાફી મશીન માટે MBBS તબીબોને હવે પરીક્ષા અને તાલીમ ફરજિયાત

  • સોનોગ્રાફી મશીન માટે MBBS તબીબોને હવે પરીક્ષા અને તાલીમ ફરજિયાત

રાજકોટ તા.10
પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ એક્ટ(પી.એન.ડી.ટી.) એક્ટ અન્વયે ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્રને પડકારતી એમ.બી.બી.એસ. તબીબોની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. જેથી હવે સોનોગ્રાફી મશીન રાખતા એમ.બી.બી.એસ. તબીબોએ આ મશીનો અને તેની કામગીરી સંબંધિત પરીક્ષા આપવી પડેશ અથવા છ મહિનાની તાલીમ લેવી પડશે. જન્મ પહેલાં ભૂ્રણનું જાતિપરિક્ષણ રોકવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 1994માં પી.એન.ડી.ટી. એક્ટ અમલામાં મૂક્યો હતો. આ કાયદા અન્વયે કેન્દ્ર સરકારે વર્ષ 2014 પરિપત્ર જાહેર કર્યો હતો કે સોનોગ્રાફી મશીન ધરાવતા એમ.બી.બી.એસ. તબીબોએ આ મશીનોની કામગીરી વિશે એક પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા પાસ કર્યા પછી જ તેમને મશીનો દ્વારા કામગારી આપવાની પરવાનગી મળશે. ઉપરાંત જે તબીબો આ પરીક્ષા પાસ ન કરી શકે તેમણે છ મહિનાની તાલીમની જોગવાઈ કરવામાં આવી હતી. ઉપરાંત આ કાયદા અન્વયે સોનગ્રાફી તેમજ ભૂ્રણનું જાતીય પરિક્ષણ થઈ શકે તેવા તમામ સાધનોના ખરીદ-વેચાણનો અહેવાલ સરકારને આપવાનો રહે છે. આ મશીનોનું સમયાંતરે રિપેરીંગ થવું જોઈએ અને તેના વિશે પણ સરકારને જાણ કરવાની રહે છે. જો કે ગુજરાતના કેટલાં તબીબોએ આ પરિપત્રને પડકાર્યો હતો અને રજૂઆત કરી હતી કે તેમની પાસે આ મશીનો ઓપરેટ કરવાનું જ્ઞાાન અને અનુભવ છે. સોનોગ્રાફીના મશીનો અને સગવડ ધરાવતા તમામ તબીબોને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે સોનોલોજીસ્ટ કહેવામાં આવે છે. સોનોલોજીસ્ટ થવા માટે એમ.બી.બી.એસ.ની ડિગ્રી પણ પૂરતી છે, જો મેડિકલ કાઉન્સિલ આવો કોઈ ભેદભાવ નથી કરી રહ્યું તો સરકાર આવો ભેદભાન ન કરી શકે. ઉપરાંત આ પરીક્ષા અને તાલીમમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબોને બાકાત રાખવામાં આવ્યા છે તે ન્યાયિક નથી, કારણ કે બધા પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબો પાસે સોનોગ્રાફીનું જ્ઞાાન હોય તે જરૃરી નથી.જો આ બાબતે કોઈ નિયમ બનાવવાનો હોત તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિઆએ આ બાબતે વિચારી જ લીધું હોત. તેથી તેમને અલગથી પરીક્ષા આપવાની તાલીમ લેવાની જરૃર નથી. જો કે આ પરિપત્ર સોનોગ્રાફીના દુરુપયોગને નાબૂદ કરવા બનાવ્યો હોવાની રજૂઆત થતા જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ.પંચોલીની ખંડપીઠે તબીબીની અરજી ફગાવી હતી.