સુરતમાં વાહનો પર પોલીસ-પ્રેસ લખવા પર પ્રતિબંધ: રાજકોટમાં ક્યારે ?

  • સુરતમાં વાહનો પર પોલીસ-પ્રેસ લખવા પર પ્રતિબંધ: રાજકોટમાં ક્યારે ?

રાજકોટ, તા.10
વાહનો પર પોલીસ, પ્રેસ કે અન્ય કોઇપણ પ્રકારનાં સ્ટીકરો સામે પોલીસે લાલા આંખ કરી છે. સુરત પોલીસ કમિશ્નરે તો ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરી આવા સ્ટીકરો લગાવનાર વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે, ત્યારે રાજ્યના રાજકોટ સહિત અન્ય શહેરોનાં પણ આ પ્રકારની કાર્યવાહી ક્યારે ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે.
હાલ હાઈકોર્ટમાં ટ્રાફિક અને દબાણ મુદ્દે ટકોર બાદ સરકાર અને પોલીસ એક્શનમાં આવી ગયા છે. રાજ્યમાં દિનપ્રતિદિન ઘડાકેભેર દબાણમાં આવતા ઘર અને ટ્રાફિકના પ્રશ્નોનોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે હવેથી પોલીસ, પ્રેસ સહિતના સ્ટીકરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી અનુસાર, સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ વાહનોને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે, હવેથી કોઈએ પોતાના વાહન પર પોલીસ,પ્રેસ સહિતના સ્ટીકરો ન લગાવવા જણાવ્યું છે. અને જે લોકો આ જાહેરનામાનું ભંગ કરતા નજરે પડશે તેમના વાહનો પરથી આવા સ્ટીકરો દૂર કરી દંડાશે. આ સિવાય આવા લખાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વાહનો પર આ પ્રકારનાં સ્ટીકરો લગાવવા નિયમો અને કાયદાનું ઉલ્લંઘન છે. મોટાભાગના તત્વો રોફ જમાવવા તથા સીન સપાટા કરવા આ પ્રકારનાં સ્ટીકરો વાહનો પર ચોંટાડતા હોય છે. સુરત પોલીસે આવા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી શરુ કરી પહેલ કરી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ આવી કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે.