જસદણના જર્જરિત પશુ દવાખાનાનું રિનોવેશન અને એમ્બ્યુલન્સ મળશે

  • જસદણના જર્જરિત પશુ દવાખાનાનું રિનોવેશન અને એમ્બ્યુલન્સ મળશે

પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ બાંહેધરી આપી
જસદણ તા,10
સેવા સદન મા પ્રાત કચેરી ખાતે પશુ પાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી જેમા પૂર્વ ધારાસભ્ય ડો, ભરતભાઈ બોઘરા ની ઉપસ્થિતિ મા જસદણ પશુ ચિકિત્સાલય (પશુ દવાખાના) અંગે જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયાબેન મનસુખભાઈ જાદવ તેમજ મિડીયા ના પૂર્વ ક્ધવીનર મેહુલભાઈ સંઘવીએ જણાવ્યું હતુ કે જસદણ પશુ દવાખાનામાં ની હાલત જર્જરીત છે કાયમી ડોકટર અને પૂરતા સ્ટાફ ના અભાવે નિર્દોષ પશુ પક્ષી ને સમયસર સારવાર ન મળતા અસહય પિડા સહન કરી મોત ને વ્હાલુ થવુ પડે છે દવાઓની કાયમી અછત ને કારણે પૂરતી સારવાર થઈ શકતી નથી પશુ પક્ષી માટે ખાવા પિવા ની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખોરાક પાણી માટે ટળવળવુ પડે છે ત્યારે જસદણ પશુ દવાખાનામાં કાયમી ડોકટર અને પૂરતા સ્ટાફ ની જગ્યા ભરવી - પશુ પક્ષી ને ઓપરેશન સહિત ની તમામ પ્રકારની સારવાર મળી રહે તેમજ ખોરાક પાણી ની પૂરતી વ્યવસ્થા થઈ શકે તે માટે યોગ્ય રજૂઆત કરતા કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ના પશુ દવાખાનાની આગામી દિવસો મા કાયાપલટ થઈ જશે પશુ દવાખાના ને નવુ બનાવવા ની સાથે અદ્યતન સવલતો સાથે સુસજજ કરવામા આવશે તમામ પશુ પક્ષી ને દવાઓ અને 108 જેવી એનિમલ એમ્બ્યુલન્શ ની સેવા નો લાભ વિનામૂલ્યે મળશે આગામી દિવસોમાં જસદણ પંથક મા વિનામૂલ્યે પશુ નિદાન નિવારણ ના કેમ્પો પણ યોજવામા આવશે તેવી બાહેંધરી આપવામા આવતા જીવદયા પ્રેમીઓ અને પશુ પાલકો મા આનંદની લાગણી છવાઈ હતી.