જસદણ -વીંછિયા તાલુકાના વિકાસ કામોનો કેબિનેટ મંત્રીના હસ્તે પ્રારંભ

  • જસદણ -વીંછિયા તાલુકાના વિકાસ કામોનો કેબિનેટ મંત્રીના હસ્તે પ્રારંભ

(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ તા. 10
રાજયના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તા.10 થી તા. 16 ઓગસ્ટ દરમ્યાન જસદણ તાલુકાના વિવિધ ગામોએ વિકાસકામોના શુભારંભ કરાવશે, તથા લોકપ્રશ્નોનું નિરાકરણ કરશે.
મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તા. 10 ઓગસ્ટે દેવધરી અને વડોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ભડલી ખાતે પાઇપલાઇનનું ખાતમુહૂર્ત અને ઘેલા સોમનાથ મંદિર ખાતે પશુપાલન શિબિરનો શુભારંભ થશે, તથા સાંજે તેઓ જસદણ શહેર ખાતે યોજાનારી લોકપ્રશ્નોની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તા. 11-8 ના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ખડવાવડી, આટકોટ અને મોટા દડવાના આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત થશે. આ જ દિવસે ભાડલા ખાતે યોજાનાર પશુપાલન શિબિરમાં પણ ઉપસ્થિત રહેશે. તા. 12 ના કુંવરજીભાઇ બાવળિયા આસલપુર અને રેવાણીયાના આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત, વીંછીયા ભડલી રોડના ઉદઘાટન તથા વીંછીયા ખાતે લોકપ્રશ્નોની બેઠકના કાર્યક્રમમાં પણ ઉ5સ્થિત રહેશે. તા.13-8ના રોજ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા લીલાપુર, ગઢડીયા(જસ) અને સોમ પીપળિયા ગામોએ આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત કરાવશે. તા. 15 ઓગસ્ટે અમરેલી જિલ્લાના લીલીયા ખાતે યોજાનારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થયા બાદ મંત્રી બાવળિયા વીંછીયા તાલુકાના મોટી લાખાવડ ખાતે આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પણ કરાવશે. તા. 16-8 ના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા જસદણ અને વીંછીયા ખાતે યોજાનારી તાલુકા આયોજન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે