ઊનામાં ગાયત્રી મંદિર ખાતે 23 માં ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન સોમવારથી શતચંડી હોમાત્મક યજ્ઞનો પ્રારંભ

  • ઊનામાં ગાયત્રી મંદિર ખાતે 23 માં ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન સોમવારથી શતચંડી હોમાત્મક યજ્ઞનો પ્રારંભ

ઉના, તા. 10
ઉનામાં ગાયત્રી માતાજીના મંદિરનો 23 મો પાટોત્સવ નિમિતે 3 દિવસનો શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઉના શહેરમાં વેરાવળ રોડ ઉપર શિક્ષક સોસાયટી પાસે બ્રહ્મલીન પૂ.સંત સ્વામી સત્યાનંદ સરસ્વતી બાપુ (તપોવન આશ્રમ)ના આર્શિવાદથી 22 વરસ પહેલા ભકતો દાતાઓના સહકારથી સુંદર મજાનું વેદમાતા ગાયત્રી માતાજીનું મંદિરનું નિર્માણ કાર્ય પુરૂ કરી તેમાં પંચમુખી દિવ્યતેજ ધરાવતી ગાયત્રી માતાજીના મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ હતી તેના 22 વર્ષ પૂરા થતા 23 મો પાટોત્સવ નિમિતે તા.13-8 ને સોમવારથી શતચંડી હોમાત્મક યજ્ઞનો પ્રારંભ થશે. જેમાં દિવવાળા બાબુભાઈ રામચંદભાઈ શાહ પરિવાર ત્થા 13 યજમાનો પરિવાર સાથે બીરાજી લાભ લેશે તા.15-8 ને બુધવારે સાંજે 5 કલાકે બીડાહોમ, આરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે. તમામ ભકતોને પધારી ધાર્મિક ઉત્સવનો લાભ લેવા શ્રી ગાયત્રી ચે. ટ્રસ્ટ ત્થા શ્રી ગાયત્રી ગરબી મંડળ ઉનાએ જાહેર નિર્માણ આપેલ છે.