ચોટીલા - થાનગઢમાં 17 ગામોમાં નવા પંચાયત ઘર આજથી કાર્યરત

  • ચોટીલા - થાનગઢમાં 17 ગામોમાં નવા પંચાયત ઘર આજથી કાર્યરત

બે ગામોને બીએમસી કેન્દ્રનાં ભૂમિપૂજન કરાયા
ચોટીલા,તા.10
ચોટીલા થાનગઢ તાલુકાનાં 17 ગામોમાં નવા પંચાયત બિલ્ડીંગ ગુરૂવારનાં લોક ઉપયોગે કાર્યરત કરવામાં આવેલ છે તેમજ બે ગામમાં દુધ ડેરી નાં નવા બીએમસી કેન્દ્રના લોકાર્પણ કરવામાં આવેલ છે
ચોટીલાનાં મઘરીખડા અને નાની મોરસલ, ચોબારી, કાબરણ ગામમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં છેલ્લી ધડીએ મંત્રી વાસણભાઇ આહિરનાં સ્થાને ધેટા ઉન વિકાસ નિગમનાં વા. ચેરમેન અમરસીભાઇ ખાભંલીયાનાં અધ્યક્ષતામાં યોજાયેલ જેમા ડીડીઓ મનિષકુમાર બંસલ, ડે કલેકટર વી ઝેડ ચૌહાણ, માર્ગ મકાન વિભાગનાં ના.કા.ઇ ઉદયભાઇ દવે, હિતેન્દ્રસિંહ ચૌહાણ, બબાભાઇ ભરવાડ, મેરૂભાઇ ખાચર, રામભાઈ ભરવાડ, જીણાભાઇ ડેરવાડીયા, રાજભાઇ સાકરીયા, ભુપતભાઇ ખાચર સહિતનાં આગેવાનો ની ઉપસ્થિતિમાં આજે 17 ગ્રામ પંચાયતો નાં નવા બિલ્ડીંગ લોક ઉપયોગે ગુરૂવારનાં કાર્યરત કરવામાં આવેલ તેમજ ચોબારી અને કાબરણ ગામે દુધ ડેરી માટે બનાવાયેલ નવા બીએમસી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દ્વારા મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવેલ જેમાં 17 ગ્રામ પંચાયતનાં સરપંચો અને તલાટીઓને અનાવરણ તકતી એનાયત કરવામાં આવેલ આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગોચિત ઉદૃબોધનમાં સમારંભના અધ્યક્ષે સરકારની અનેક યોજનાઓ અને કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસીનાં પસાર કરાયેલ ખરડા અંગે લોકોને માહિતગાર કરેલ હતા
નૂતન પંચાયત ઘર નાં નામે બનેલ ગ્રામ પંચાયત કચેરીમાં મીટીંગ હોલ, સરપંચ અને તલાટી ચેમ્બર્સ સાથે કોમ્પ્યુટર રૂપ ની પણ અલાયદી સુવિધા આપવામાં આવેલ છે જેનો લાભ સ્થાનિક ગ્રામ્ય નાગરીકોને મળશે