મોરબીમાં દબાણકારોને નોટિસ આપ્યા બાદ સોમવારે દબાણ હટાવ ઝુંબેશ

  • મોરબીમાં દબાણકારોને નોટિસ આપ્યા બાદ સોમવારે દબાણ હટાવ ઝુંબેશ

મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ઉજવાશે
મોરબી તા.10
મોરબી પાલિકા તંત્રએ થોડા દિવસ પૂર્વે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે તે સમયે શનાળા રોડ, ધોળેશ્વર ખાતે તથા પુલ નીચેના દબાણકારોને નોટિસ ફટકારી હતી હવે આ સ્થળોએ સોમવારે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાશે
શૌચાલય માટે 20 લાખનું ભંડોળ ફાળવાયું
મોરબી જીલ્લા મા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ 2018 માં કુલ 172 લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલય માટે 20 લાખનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું.
મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ઉજવાયો
મોરબીમા મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગત નગરપાલિકા દ્વારા મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી મોરબી ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ દિપ પ્રગટાવી બહેનોને સ્વચ્છતા જાળવવા તેમજ સુકો અને ભીનો કચરો અલગ-અલગ રાખી સરકાર સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા જાણાવ્યુ હતું.