એનટી રામારાવની બાયોપિકમાં રકુલ પ્રીત બનશે શ્રીદેવી

  • એનટી રામારાવની બાયોપિકમાં રકુલ પ્રીત બનશે શ્રીદેવી
  • એનટી રામારાવની બાયોપિકમાં રકુલ પ્રીત બનશે શ્રીદેવી

મુંબઇ તા.10
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અને.ટી.રામારાવ પર બની રહેલી બાયોપિકમાં શ્રીદેવીનો કેમિયો રોલ હશે અને એ ભૂમિકા માટે રકુલ પ્રીત સિંહનું નામ ફાઇનલ જેવું છે. નંદમુરી તારકા રામારાવ એટલે એન.ટી. રામારાવ સાઉથની ફિલ્મોમાં ખૂબ પ્રસિદ્ધ એક્ટર હતા. તેમના ફેન્સ તેમને ભગવાન માને છે. આ બાયોપિકમાં શ્રીદેવીનું પાત્ર ખુબ નાનું હશે, પરંતુ રકુલ આ ભૂમિકા ભજવવા માટ. ઉત્સાહીત છે. બાયોપિકમાં શ્રીદેવીના પાત્ર વિશે જણાવતાં પ્રોડ્યુસર વિષ્ણુ ઇન્દુરીએ કહ્યું હતું કે ‘રકુલનો રોલ એક ગીત અને અમુક સીન્સ માટે રહેશે. એન.ટી.રામારાવની સાથે જ શ્રીદેવીની કરીઅર આગળ વધી હતી. શ્રીદેવી અને એન.ટી.રામારાવે એક સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું હતું. એથી જ સ્વાભાવિક છે કે શ્રીદેવીના પાત્ર વગર બાયોપિક અધૂરી લાગશે. રકુલ પ્રીત સિંહ સાઉથની ફિલ્મઇન્ડસ્ટ્રિીઅને એમાંય ખાસ કરીને તેલુગુ ફિલ્મોમાં ખૂબ જાણીતી છે. વળી રકુલના શૂટિંગની તારીખો પર કામ કરી રહ્યા છીએ.’
આ બાયોપિકમાં તેમનાં પત્ની બસવતારકમની ભૂમિકા વિદ્યા બાદલન ભજવશે, જેના માટે તે હાર્મોનિયમની તાલીમ લઇ રહી છે. ‘બાહુબલી ફેઇમ ભલ્લાલદેવ રાણા દગુબટ્ટી એન.ટી.રામારાજના જમાઇ એવા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંન્દ્રબાબુ નાયડુંનું પાત્ર ભજવશે.