કરણ જોહરે તેની મલ્ટીસ્ટારકાસ્ટ ફિલ્મ ‘તખ્ત’ની જાહેરાત કરી !

  • કરણ જોહરે તેની મલ્ટીસ્ટારકાસ્ટ ફિલ્મ ‘તખ્ત’ની જાહેરાત કરી !

મુંબઈ તા,10
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં દિલ્હીની સલ્તનત સુલ્તાન અલાઉદ્દીન ખિલજીના પાગલપનને પડદા પર સાકાર કર્યા બાદ રણવીરસિંહ હવે એવા મુગલ શાસકનું પાત્ર ભજવી રહ્યા છે, જેને ઈતિહાસ સૌથી મોટા ખલનાયક તરીકે યાદ રાખે છે અને જેના પ્રત્યે લોકો નફરત કરે છે. ખિલજીનું પાત્ર ભજવીને રણબીર કપૂર પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપી ચૂક્યો છે, તમે આ પાત્રને સફળતાનું ઈનામ પણ કહી શકો છો.
કરણ જોહરએ 9 ઓગસ્ટના રોજ પોતાની નવી ફિલ્મ ‘તખ્ત’ની જાહેરાત કરી છે. ‘તખ્ત’ની સ્ટારકાસ્ટ રસપ્રદ છે. જો તમે કલાકારોના નામ જોશો તો સૌથી પહેલું નામ રણવીર સિંહનું લખાયું છે, જે ફિલ્મમાં તેના પાત્રનું મહત્વ દર્શાવે છે. જે બાદ કરીના કપૂરનું નામ આવે છે, પછી આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહ્વવી કપૂર અને અનિલ કપૂરનું નામ આવે છે. ઉલ્લેખનીય છે કે જાહ્નવી કપૂર કરણની ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. અને ‘તખ્ત’ તેની બીજી ફિલ્મ છે. આ ફિલ્માં રણવીરસિંહ પહેલી વખત કરીના કપૂર સાથે સિલ્વર સ્ક્રીન પર દેખાશે, તો જાહ્વનવી પોતાના કાકા અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. આલિયા અને વિક્કી કૌશલને તમે ‘રાઝી’માં જોઈ ચૂક્યા છો.
મીડિયા રિપોર્ટસ મુજબ તખ્તની સ્ટોરી શાહજહાંના પુત્ર ઔરંગઝેબ અને દારાશિકોહ વચ્ચેના સત્તા સંઘર્ષ પર આધારિત છે. શાહજહાં પોતાના ખાસ યુવરાજ દારાશિકોહને સિંહાસન સોંપવા ઈચ્છતા હતા, પરંતુ મહત્વકાંક્ષી અને જુલ્મી ઔરંગઝેબ ખુદ સુલ્તાન બનવા ઈચ્છતો હતો. એટલે શાહજહાં સામે બળવો કરીને તેમને નજરબંધ કર્યા અને દારાશિકોહને પણ જેલમાં નાખી દીધા. ઔરંગઝેબને મુગલ સામ્રાજ્યના સૌથી ક્રૂર અને વિધર્મી શાસક મનાય છે. આ ફિલ્મમાં રણવીરસિંહ ઔરંગઝેબનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે વિકી કૌશલ દારાશિકોહનું પાત્ર ભજવી શકે છે. બાકીના કલાકારોના પાત્ર વિશે હજી જાહેરાત નથી કરાઈ. ‘તખ્ત’ 2020માં રિલીઝ થશે.