ટવીન્કલની વધુ એક બુક ‘પાયજામાસ આર ફોર ગિવીંગ’ બેસ્ટ સેલર બની

  • ટવીન્કલની વધુ એક બુક ‘પાયજામાસ  આર ફોર ગિવીંગ’ બેસ્ટ સેલર બની

મુંબઈ તા,10
અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્નાની ત્રીજી બુક પાઇજામાસ આર ફોર ગિવિંગ એમેઝોન પર ત્રીજી બેસ્ટ સેલર બુક બની ચૂકી છે. પબ્લિશર જગર નોટબુકસે આ બુક બેસ્ટસેલર લિસ્ટમાં સામેલ થવાની જાણકારી આપી છે. 43 વર્ષીય ટ્વિંકલ ખન્નાએ પણ લખ્યું છે કે ત્રણ નંબર તેના માટે ખૂબજ લકી છે. એડિટર ચીકી સરકાર સાથે આ તેનું ત્રીજું સાહસ છે.
ટ્વિંકલ ખન્નાએ એક્ટિંગ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. છેલ્લી વખત ગેસ્ટ રોલમાં અક્ષયની જ ફિલ્મ તિસમારખાંમાં જોવા મળી હતી. ટ્વિંકલ ખન્ના પણ આ બુકની રિલીઝને લઇને ખૂબજ ઉત્સાહિત છે. તેણે ટ્વિટર પર લખ્યું છે કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થઇ રહેલી બુક માટે હું ફિંગર ક્રોસ કરી રહ્યું છું. આવું આગામી થોડા મહિનાઓ સુધી જારી રહેશે. આ પહેલાં ટ્વિંકલની મિસિસ ફનીબોન્સ અને ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ ખૂબ જ પસંદ કરાઇ હતી. અક્ષયકુમારે પણ પાઇજામાસ આર ફોર ગિવિંગ ના પ્રિ ઓર્ડરવાળા ટ્વિટને રિટ્વિટ કર્યું છે. તેણે કહ્યું કે જ્યારે તે પુસ્તક લખી રહી હતી ત્યારે અમારો પરિવાર ખૂબ જ ધીમે ધીમે ચાલતો હતો તેથી હું ખૂબ જ ખુશ છું.
ફાઇનલી આ બુક પૂરી થઇ ગઇ. અક્ષયે ટ્વિંકલ ખન્નાની અગાઉની બુક ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ પર બનેલી ફિલ્મ પેડમેનમાં લીડ રોલ કર્યો હતો.