નોસ્ટેલ્જિયા: ‘કોઈ મિલ ગયા’માં એલિયન જાદુનું પાત્ર ગુજરાતીએ ભજવેલું

  • નોસ્ટેલ્જિયા: ‘કોઈ મિલ ગયા’માં એલિયન જાદુનું પાત્ર ગુજરાતીએ ભજવેલું

મુંબઈ તા,10
ઋત્વિક રોશનની સુપરહિટ ફિલ્મ કોઈ મિલ ગયાના 15 વર્ષ પૂરા થયા. આ ફિલ્મની સ્ટોરીમાં એલિયન અને માનવીની મિત્રતા દર્શાવાઈ છે. તેનું જાદૂ નામનું કેરેક્ટર ખૂબ જ લોકપ્રિય થયું હતું. પરંતુ શું તમે તે વ્યક્તિ વિશે જાણો છો? આ ગુજરાતીએ ભજવ્યું હતું જાદૂનું પાત્ર ઠીંગણા જાદૂનું પાત્ર ભજવનારા એક્ટરનું નામ ઈંદ્રવદન પુરોહિત છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે છોટુદાદાના નામથી જાણીતા ઈંદ્રવદનનો જન્મ વડોદરા નજીક તીર્થસ્થાન ચાણોદનામાં થયો હતો. તેમણે ચાણોદમાં રહીને એલએલબી સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ અનાયાસે જ ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 200થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરી ચૂક્યા છે. 28 સપ્ટેમ્બર 2014 પર તેમનું નિધન થઈ ગયું. તેમના માટે જાદૂની કોસ્ચ્યુમ ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ જેમ્સ કેલનરએ તૈયાર કર્યો હતો. ઋત્વિકે 15 વર્ષ પૂરા થવાની વાત પોસ્ટ કરી જણાવી 8 ઓગસ્ટ 2003 પર રિલીઝ થયેલી કોઈ મિલ ગયાના 15 વર્ષ પૂરા થવા પર ઋત્વિક રોશને પણ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, કોઈ મિલ ગયાએ ક્રિશને જન્મ આપ્યો અને અનોખી રીતે રોહિતનું પાત્ર ભજવીને મારામાં નવી શક્તિ આવી. રોહિતે દરેક વસ્તુ સમજવામાં મને મદદ કરી.