ભાષાથી કોઇને ઓળખવા ન જોઇએ: વિવેક ઓબેરોય

  • ભાષાથી કોઇને ઓળખવા  ન જોઇએ:  વિવેક ઓબેરોય

મુંબઇ તા.10
અભિનેતા વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે ભાષા કોઇપણ વ્યકિતને પરખવાનું માધ્યમ નહી હોવું જોઇએ. ટવીટર પર શું અંગ્રેજી બોલવું કોઇ એક વ્યકિતને બીજા વ્યકિત કરતા બહેતર બનાવે છે?
વિવેકે જણાવ્યું હતું કે ‘આ વર્ષે દક્ષિણ ભારત અને 6 ભાષાઓમાં ફિલ્મ કર્યા બાદ મને એ અહેસાસ થયો કે આપણે આ ધારણા બદલવી જોઇએ. ભાષા કોઇને પરખાવાનું માધ્યમ ન હોવું જોઇએ.
એક અભિનેતા તરીકે વિવેક ઓબેરોય છેલ્લી વાર વર્ષ 2016ની ફિલ્મ ‘બેન્ક ચોર’માં નજરે પડ્યો હતો.
વિવેક હાલ ફિલ્મકાર ઉમંગકુમાર અને અભિનેત્રી હમા કુરેશી સાથે ટીવી શો ‘ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાજ’માં જજ તરીકે ભૂમિકા ભજવે છે.