જમ્મુમાં શસ્ત્રો સાથે આતંકી ઝડપાયો: ફિદાઇન હુમલાનું કાવતરું નિષ્ફળ

  • જમ્મુમાં શસ્ત્રો સાથે આતંકી ઝડપાયો:  ફિદાઇન હુમલાનું કાવતરું નિષ્ફળ

 જમ્મુના ગાંધીનગર વિસ્તારમાં છૂ5ાયલા લશ્કર-એ-તોયબાના બે આતંકીઓને હથિયારો-દારુગોળા સાથે દિલ્હી પોલીસે ઝડપી પાડ્યા
નવી દિલ્હી તા.10
રાજધાની દિલ્હી સહિત દેશનાં રાજ્યોમાં 15 ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પ્રસંગની તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસ પ્રસંગે દિલ્હી સહિત મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ સતત નજર રાખી રહી છે. બીજી તરફ દિલ્હીને ધણધણાવવાના પ્રયાસો કરનારા લોકોના મનસુબાઓને પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. તેઓની મેલી મુરાદને કોઇ પણ રીતે પાર નહી પડવા દેવા માટે તમામ રાજ્યોની પોલીસ ઉપરાંત ઇન્ટેલિજન્સ પણ સતર્ક બન્યું છે. જમ્મુના ગાંધીનગર એરિયામાંથી ગુરૂવારે દિલ્હી પોલીસે હથિયારો અને દારૂગોળા સાથે બે શંકાસ્પદ હથિયાર પહોંચાડનારા લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ આઝીમ અને આસ મોહમ્મદ સ્વરૂપે કરવામાં આવી છે. દિલ્હી પોલીસે વિશેષ પ્રકોષ્ઠ તેમની પાસે બે કાર્બાઇન, 50 પિસ્તોલ અને 50 કારતૂસ મળી આવી છે.
માત્ર 4 દિવસ પહેલા એટલે કે 9 ઓગષ્ટના રોજ દિલ્હી પોલીસે ફિદાયીન હૂમલાના કાવત્રાને અંજામ આપવાના ઇરાદાથી ભારત પહોંચેલા લશ્કર એ તોયબાના આતંકવાદીની જમ્મુના ગાંધીનગર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસને આતંકવાદી પાસેથી હથિયાર તથા દારૂગોળો મળી આવ્યો હતો. આતંકવાદીની ઓળખ અરફાન હુસૈન વાની પુત્ર ગુલામ હુસૈન વાની નિવાસી ડંગર અવંતીપોરા તરીકે થઇ છે. એક તરફ દેશમાં વિવિધ સ્થળો પર સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. તેમની ચિંતાનુ કારણ છે કે, ગુપ્તચર એઝન્સીઓ દ્વારા ઇશ્યું કરવામાં આવેલા એલર્ટ. ગુપ્તચર એજન્સીઓએ સ્વતંત્રતા દિવસ સમારંભ દરમિયાન દિલ્હીમાં આત્મઘાતી હૂમલાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યાર બાદ દિલ્હી સહિત તેની આસપાસનાં વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.