ભારતીયોના ઘરોમાં રૂા.80 હજાર કરોડનો સામાન નક્કામો પડ્યો છે!

  • ભારતીયોના ઘરોમાં રૂા.80 હજાર  કરોડનો સામાન નક્કામો પડ્યો છે!

 પડતર ચીજ વસ્તુઓમાં મોબાઈલ સૌથી મોખરે
નવી દીલ્હી તા.10
ભારતીય પરિવારોમાં ઉપયોગમાં ન લેવાતા પડતર સામાન વધી રહ્યો છે. આ આંકડો અત્યારે વધીને રૂપિયા 80000 કરોડે પહોંચ્યો છે. ઓએલએક્સ ક્રસ્ટ દ્વારા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વે ભારતના અલગ-અલગ 16 શહેરોમાં કરવામાં આવ્યો હતો. સર્વેના તારણમાં દર્શાવાયુ છે કે, ભારતમાં બેકાર વસ્તુઓનો સંગ્રહ કરવાનું ચલણ સતત વધી રહ્યું છે.
સર્વેમાં જણાવાયુ છે કે, ભારતમાં વસ્તુઓ સંગ્રહવાનો દર એક વર્ષ પહેલા 87 ટકા હતો, જે અત્યારે વધીને 90 ટકાએ પહોંચ્યો છે. સર્વેમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ઘરોમાં પડેલ બેકાર સામાનને વેચવામાં આવે તો ભારત સરકારની સ્વચ્છ ભારત યોજનાને 8 વખત નાણાંકીય ફંડીંગ આપી શકાય તેમ છે.
આ ઉપરાંત સર્વેમાં એ પણ જણાવાયુ છે કે, સેક્ધડ હેન્ડ વસ્તુઓનું વેચાણ પણ 49 ટકાએ પહોંચ્યુ છે જે ગત વર્ષ કરતા ચાર ટકા વધ્યુ છે. આઈએમઆરબીના ઉપાધ્યક્ષ સુસ્મિતા બાલસુબ્રમણ્યમે જણાવ્યુ હતું કે, આ વખતના સર્વેમાં એક રોમાંચક વાત સામે આવી છે કે સેક્ધડ હેન્ડ સામાનની ઓનલાઈન વેચાણની સાથે-સાથે ઓફલાઈન વેચાણ પણ વધી રહ્યુ છે. આ વેચાણ અત્યારે 25 ટકાના સ્તર પર પહોંચ્યુ છે.
રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેક્ધડ હેન્ડ સામાન વેચતા 27 ટકા લોકોનું કહેવુ છે કે, તેઓ જે તે વસ્તુઓથી કંટાળી ગયા હોવાના કારણે તે વેચી રહ્યા છે. આવી વસ્તુઓમાં મોબાઈલ ફોન સૌથી મોખરે છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે, દરેક ભારતીય પરિવાર પાસે સરેરાશ 12 જોડી કપડા, 14 રસોડાના વાસણ, 11 પુસ્તકો, 2 મોબાઈલ ફોન અને 3 ઘડીયાળનો સ્ટોક ઉપલબ્ધ છે.