પૌત્ર વાહન ચલાવતા પકડાયો, દાદાને સજા

  • પૌત્ર વાહન ચલાવતા  પકડાયો, દાદાને સજા

 કોર્ટે વાહનમાલિક દાદાને 11 દિવસની સજા અને રૂા.1 હજારનો દંડ ફટકાર્યો
રાજકોટ તા.10
સગીર વયના બાળકોને વાહન ચાલવવા આપતા વાલીઓ સાવધાન થઇ જાય નવસારીની વાસંદા કોર્ટે સગીર પૌત્ર વાદન ચલાવતા પકડાયાના કેસમાં વાહન માલિક દાદાને 11 દિવસની સજા ફટકારનો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ વાસંદા તાલુકાના ભીનાર ગામે રહેતા શંકરભાઇ ખુશાલભાઇ પટેલનો સગીર પૌત્ર લાઇસન્સ વગર બાઇક ચલાવતો હોય જેને પોલીસે પકડતા એમ.વી. એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો જે કેસમાં વાસંદા કોર્ટે સગીર પૌત્રને વાહન માલિક શંકરભાઇ પટેલને તકસીરવાન ઠેરાવી 10 દિવસની સાદી કેદની સજા અને રૂા.1 હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ એક દિવસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરતાં સગીર બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.