દેરાણી સાથેના ઝઘડામાં તેના માસુમ પુત્રને જેઠાણીએ જ પાણીના ટાંકામાં ફેંકી દીધેલો

  • દેરાણી સાથેના ઝઘડામાં તેના માસુમ પુત્રને  જેઠાણીએ જ પાણીના ટાંકામાં ફેંકી દીધેલો

ક્ષ એક બાજુ દેરાણી ગમતી ન હતી ને ઉપરથી તેને ત્યાં
પુત્રજન્મ નહીં થતા હત્યા કર્યાનું ખુલ્યું
ભાવનગર તા.10
ભાવનગરમાં દેરાણી-જેઠાણીનાં ઝઘડામાં દેરાણીનાં 16 દિવસનાં માસુમ પુત્રની જેઠાણીએ ઠંડા કલેજે હત્યા કર્યાનો બનાવ બનતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
આ બનાવની વિગત એવી છે કે શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ મારૂતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારનો માત્ર 16 દિવસનો પુત્ર યુવરાજ તેનાં ઘરે સુતો હતો ત્યારે ગુમ થયા બાદ તેની લાશ તેના જ ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમ્યાન આ બનાવ અંગે મૃતક બાળક યુવરાજની માતા

રવિનાબેને ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેની જેઠાણી લીલાબેન જયેશભાઇ પરમાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેનાં લગ્ન થયા ત્યારથી તેઓ ઝઘડતા હોય અને હું તેમને ગમતી ન હોય જેથી તેઓ બોલતા ન હતા. તેણીને દીકરાનો જન્મ થયો તે જેઠાણીને સારુ લાગ્યું ન હતું. જેને કારણે ગતરાત્રે તેનો પુત્ર રડતો હોય તેઓ અને તેના પતિ આખી રાત જાગ્યા હતા અને સવારે આંખ લાગી ગઇ હતી ત્યારે તેની જેઠાણીએ તેનાં ર6 દિવસનાં પુત્ર યુવરાજને ઉપાડી પાણીનાં ટાંકામાં ફેંકી તેનું મોત નિપજ્યું છે. આ અંગે ડી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આમ દેરાણી-જેઠાણીનાં અણગમાને કારણે 16 દિવસનાં માસુમ પુત્રનો ભોગ લેવાયો છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.