લ્યો... હવે સરકારે બકરા વેચવા કાઢ્યા

  • લ્યો... હવે સરકારે બકરા વેચવા કાઢ્યા

 નવો વિવાદ સર્જાવાના એંધાણ
અમદાવાદ તા.10
કચ્છના તુણા બંદરેથી ઘેટા - બકરાની નિકાસ માટે કેન્દ્રએ આપેલી મંજુરી વચ્ચે રાજ્ય સરકારે કતલ માટે બકરાની નિકાસ અટકાવી છે ત્યારે બીજી તરફ સરકારની જ આણંદકૃષિ યુનિ.એ ઈદના પર્વ ઉપર સારી ઓલાદના બકરા વેંચવા કાઢતા નવો જ વિવાદ સર્જાયો છે.
હવે ગુજરાત માંસાહારી બની રહ્યુ છે. ગુજરાતમાં માસનું ઉતપાદન વર્ષ 33-40 હજાર મેટ્રિક ટન થાય છે, જેમાં સૌથી વધુ તો બકરાની કતલ થાય છે. જોકે બકરાના માંસની માગ પણ એટલી જ છે. તેની સામે ઘેંટા તો માત્ર 70 હજાર જ કપાય છે. 13 હજાર ભેંસ મળીને કુલ 2 લાખ પશુઓને કાપીને તેને રાંધીને ખોરાક તરીકે વાપરવામાં આવે છે, જેમાં આણંદની બકરા મંડીનું કતલખાનું ગુજરાતમાં સૌથી
મોટું છે.
અહીં બકરીના માસની સારી માગ હોવાથી અને સારા બકરાના સારા ભાવ મળતા હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુપાલન વિભાગે સારી ઓલાદના બકરા વેંચવા કાઢ્યા છે.
સારી ઓલાદના બકરાના માસની સારી ઊપજ મળતી હોવાથી આણંદના કતલખાનામાં તેની સારી માગ રહે છે. તેથી સારો ભાવ મેળવવા માટે સરકારી યુનિવર્સિટીએ આવો નિર્ણય કર્યો છે. બકરા વેચવા માટે જાહેર સ્થળોએ બેનર પણ લગાવેલા છે. જેમાં લખ્યું છે કે, બકરી ઈદના પવિત્ર પર્વ નિમિત્તે આણંદ વેટનરી કોલેજ દ્વારા સારી ઔદાલના ઉછેરેલા બકરાનું વેચાણ ચાલુ
છે. આ વેચાણ 21 તારીખ સુધી ચાલુ રહેવાનું છે.