કોંગ્રેસનો MLA હતો ત્યારે નાણા ખાઇ જતો: ભવાન ભરવાડ

  • કોંગ્રેસનો MLA હતો ત્યારે નાણા ખાઇ જતો: ભવાન ભરવાડ


પાવી જેતપુર : પાવી જેતપુર ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીમાં ઘેટાં અને ઊન વિકાસ નિગમના ચેરમેને પ્રભારી મંત્રીની હાજરીમાં પોતે ભ્રષ્ટાચાર કર્યાની કબૂલાત કરી હતી. ભવાનભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે આદિવાસીઓને મળતા લાભના રૂપિયા બારોબાર ખાઈ જતો હતો. કાર્યક્રમમાં રામસિંગ રાઠવાએ હિન્દુત્વનું કાર્ડ ખેલ્યું હતું અને જણાવ્યું હતું કે, દેશ તેરે ટુકડે હોંગે હજાર ઈનશાહ અલ્લાહ. ઈનશાહ અલ્લાહ.. આવું કહેનારા લોકો આપણને હિન્દુ નથી એમ કહે છે અને આદિવાસીઓેમાં ભાગલા પડાવે છે. સુખરામ રાઠવાએ
જણાવ્યુ કે રામસિંગભાઈએ જે નિવેદન આપ્યું છે તે તેમનુ નથી પણ પાર્ટીનુ છે અમે હિન્દુ નહી પણ હિંદુ સંસ્કૃતિ અપનાવી છે.
ભવાન ભરવાડે આદિવાસી ઓને સંબોધન કરતાં જણાવ્યુ કે હાલની સરકારે ગરીબ આદિવાસી ઓના વિકાસ માટે રૂ 82 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે તમને કોઈને ખબર નહોતા પડવા દેતા, બારોબાર આદિવાસી ઓને મળતા લાભના નાણાં બારોબાર ખાઈ જતા હતા. તમારા નામની સહીઓ કરી આપો અહીયા આગળ તેમ કહીને તમને 10 હજાર મળે તેમાંથી માત્ર બે હજાર તમને આપી અન્ય પાંચ હજાર ખિસ્સામાં મૂકતો હતો. ભ્રષ્ટાચાર કર્યો હોવાની કબૂલાત કરી હતી. આમ, પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી રાજકીય અખાડો બન્યાનું સ્પષ્ટ જણાતું હતું