એસ.ટી ‘ગવારી’ અબ ‘જાન’ દેવા સવારી

  • એસ.ટી ‘ગવારી’ અબ ‘જાન’ દેવા સવારી

લાઠી દામનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની મુશ્કેલી સ્ત્રીસશક્તિકરણ અને સુરક્ષા સેતુની જોરશોરથી ઉજવણી કરતા કાર્યક્રમો વચ્ચે જિલ્લાના નેતાઓ વિચારે, પરિવહન માટે પછાત ભુરખીયા, રામપર, તાજપર, મેથળી, ધામેલ, હજીરાધાર, ભટવદર, ઠાંસા, હાવતડ, ઇગોરાળા, છભાડીયા, ધ્રુફણીયા, કાચરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે દામનગર લાઠી જતી વિદ્યાર્થિનીઓ કેવી યાતના ભોગવે છે. એસ.ટી. પરિવહનથી વંચિત વિસ્તારો માત્ર ભારવાહક વાહન મોટરવ્હિકલ એક્ટના કાયદાની ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ ભારવાહક રિક્ષા ખૂબ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ માટે પાસ સિસ્ટમની વાતો, પણ પરિવહન જ નથી. ત્યાં પાસ કેવા? લાઠી દામનગર સહિત ત્રીસથી વધુ ગ્રામ્યના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ભારે યાતનાજનક
મુસાફરી માટે મજબૂર અને બસ આપે તો પણ પૂરતી નહીં એક બસ સામે વિદ્યાર્થીઓ ત્રણ બસના સમાવેશ કેમ કરવો ? જિલ્લા મથકે બેઠેલા અગ્રણીઓ આ પીડામાંથી ભાવિ પેઢીને મુક્તિ અપાવશે ? (તસવીર : નટવરલાલ ભાટીયા)