જામનગરના ચિલ્ડ્રન હોમમાં બાળકોને વીજશોક આપવા ફાધરની ધમકી!

  • જામનગરના ચિલ્ડ્રન હોમમાં બાળકોને વીજશોક આપવા ફાધરની ધમકી!

જામનગર, તા. 10 : જામનગરનાં ચિલ્ડ્રન હોમમાં છેલ્લા એક અઠવાડીયાથી કેટલાક બાળકોને હાઉસ ફાધર દ્વારા શારીરીક-માનસીક ત્રાસ આપી વિજ શોક આપવાની ધમકી આપવામાં આવતી હતી આખરે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગર શહેરમાં રણજીત સાગર માર્ગો ઉપરનાં ચિલ્ડ્રન હોમમાં કેટલાક બાળકો રહે છે. જયાં હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમીત બાબુભાઈ દાવદરા છેલ્લા એક અઠવાડીયાથી કેટલાક બાળકોને શારિરીક માનસીક ત્રાસ આપતા હતાં અને કોમ્પ્યુટરના ડેટા કેબલ વડે વિજ શોક આપવાનો ભય બતાવવામાં આવતા આ બાળકો ભયભીત થઈ ગયા હતાં. તેમજ હાઉસ ફાધર દ્વારા બાળકોને ક્રિકેટ સ્ટમ્પની પણ માર મારવામાં આવતો હતો.આખરે ચિલ્ડ્રન હોમનાં કર્મચારી વિભાભાઈ કાનાભાઈ મેવાડાએ આ બાબતે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગઈ રાત્રે જ આરોપીને ઝડપી લીધો હતો.
છ જુગારી ઝડપાયા
જામનગર તાલુકાનાં મોટા પાવરીયા ગામનાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા છગન અમરાભાઈ મકવાણા વિજય લાલજીભાઈ વાઘેલા પ્રવિણ અમરાભાઈ મકવાણા વગેરે છ શખ્સોને રૂા.10160 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
દારૂ પીતા સાત ઝબ્બે
જામનગરનાં થોલી બંગલા પાસે આવેલી લેકવ્યુ હોટલનાં રૂમમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીનાં આધારે એલસીબી પોલીસે ગત સાંજે દરોડો પાડયો હતો અને મહેફીલ માણી રહેલા શશાંકદાસ પ્રાણ ક્રિશ્ર્નદાસ, મનોજ અરજણભાઈ મંગે પરસોતમ ઉર્ફે પસો શંભુભાઈ મંગે જગદીશ હેમતદાસ રામનાણી મહેન્દ્ર ઉર્ફે પસાની કરશનભાઈ માવ પ્રવિણ ઉર્ફે મમરો જગદીશભાઈ ભદ્રા અને કરણ વસંતભાઈ ગોટીને ઝડપી લીધા હતાં.