પેઢલા તો ટ્રેલર, ફિલ્લમ 78 હજાર ગુણની!

  • પેઢલા તો ટ્રેલર, ફિલ્લમ 78 હજાર ગુણની!
  • પેઢલા તો ટ્રેલર, ફિલ્લમ 78 હજાર ગુણની!

 આઠ મજૂરોએ સતત પંદર દિવસ 78000 ગુણ મગફળીમાં ધૂળ-ઢેફાં ભેળવ્યાનો ઘટસ્ફોટ
જેતપુર તા.10
જેતપુર મગફળી કૌભાંડ પ્રકરણમાં રબારીકા રોડ પર જલારામનગરમાં આવેલા ગોડાઉનમાં 15 દિવસથી મગફળીમાં ધુળ કાંકરા ભેળવવામાં આવતા હતા તેમ અલંકાર ટ્રેડર્સના મજુરોએ પોલીસને નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.
પેઢલાના ગુજકોટના ગોડાઉનમાંથી ભેળસેળ વાળી પકડાયેલી મગફળીમાં દિવસે દિવસે નવા નવા ફળગા ફુટતા જાય છે. મગફળી કૌભાંડમાં સંડોવાયેલી જેતપુર મારકેટ યાર્ડની પેઢી અલંકાર ટ્રેડર્સમાં કામ કરતા મજુરોને આજે ડીવાયએસપી ઉઠાવી તેમની પૂછપરછ કરતા મજુરોએ જણાવેલ કે જેતપુરના રબારીકા રોડ પર આવેલ જલારામનગરના ગોડાઉનમાં અમને લઈ જવામાં આવતા ત્યાં મગફળીની ગુણીઓમાં અમે કાંકરા અને ઢેફા મીકસ કરતા હતા આવું અમને કરવાનું કહેવામાં આવ્યુ હતું અમે 7થી 8 જેટલા મજુરોએ સતત 15 દિવસ સુધી આ કામ કરેલ છે. આ માલ કોનો છે અને કયાંથી આવે છે તે અમને કોઈ જ ખબર નતી લગભગ 78 હજાર ગુણી મગફળીમાં ભેળસેળ થઈ હોવાનું જાણવા મળે છે. આજે જેતપુર ડીવાયએસપી કચેરીએ 15થી 25 જેટલા વેપારીઓ દોડી આવેલા હતા અને પેઢલા ખાતે બીજા ગોહાઉનોમાં જે સારો માલ પડેલો છે અને તેના માલના પૈસા વેપારીઓએ ભરી દીધા છે તે માલ લઈ જવા માટે વેપારીઓ કચેરીએ દોડી આવ્યા હતા.
નાફેડના જનરલ મેનેજર સુધીર મલ્હોત્રા જેતપુર દોડી આવેલ તેમને ડીવાયએસપી કચેરીમાં પત્રકારોને જણાવેલ છે કે આ જવાબદારી ગુજકોટની છે. અમે ફકત ગોડાઉન રાખીએ છીએ. તેમાં માલની સંપૂર્ણ જવાબદારી ગુજકોટના અધિકારીઓની આવે છે. અને જે વેપારીઓનો માલ પેઢલાના ગોડાઉનમાં પડેલ છે તે સિવાય અન્ય ગોડાઉનમાંથી માલ તેમને મળી શકશે.
જયારે ગુજકેટના અધિકારી દેવીપ્રસાદ મીશ્રાએ કૌભાંડ બાબતે પત્રકારોને એક પણ શબ્દ કહેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે આ બાબત પોલીસ તપાસ હેઠળ આવતી હોવાથી હું પત્રકારોને કોઈ માહિતી આપી ન શકું મગન ઝાલાવડયા તમારા કર્મચારી છે? તમે તેને ઓળખો છો? તેનો પણ મીશ્રાએ જવાબ આપવા ઈન્કાર કરેલ હતો.
તેથી લોકોને પાકી શંકા જાય છે કે આ સમગ્ર કૌભાંડમાં ગુજકેટના અધિકારીઓ પણ સંડોવાયેલા હોય શકે. તપાસનીસ અધિકારી ડીવાયએસપી ભરવાડે જણાવ્યું હતું કે જેતપુર કોર્ટ દ્વારા જે પાંચ આરોપીઓના રીમાન્ડ નામંજુર કરવામાં આવેલ છે તેની અમે સેન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી છે. આ પાંચ આરોપીઓની રીમાન્ડની માંગણી કરી છે. આ બનાવમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ મહેન્દ્ર દવે (વેરહાઉસ) મનોજ જોષી (વેર હાઉસ) એન.એમ. શર્મા (એમડી ગુજકેટ) દેવીપ્રસાદ મીશ્રા અધિકારી ગુજકેટ તથા સુધીર મલ્હોત્રા એમડી નાફેડને પણ પુછપરછ માટે બોલાવવામાં આવેલ છે.
આ ઉપરથી એમ લાગી રહેલ છે કે આ મગફળી કૌભાંડના બનાવને સરકાર ગંભીરતાથી લઈ રહી છે. અમુક ઓઈલ મીલરો, યાર્ડના વેપારીઓ, વગેરેની સંડોવણી હોવાનું બહાર આવતું જાય છે.