વાઘ(જી)ની ત્રાડને પોતે જ લવારી ગણી: કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

  • વાઘ(જી)ની ત્રાડને પોતે જ લવારી ગણી: કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

 સરકાર સામે આપેલું નિવેદન ઉતાવળિયું હોવાનું સ્વીકારીને રાજીનામું આપ્યું
રાજકોટ : મગફળી કૌભાંડે વધુ એક રાજકીય ભોગ લીધો છે. સમગ્ર કૌભાંડમાં રાજ્ય સરકારને જવાબદાર ઠરાવનાર ‘નાફેડ’ના ચેરમેન વાઘજીભાઈ બોડાએ ટંકારા તાલુકા કોંગ્રેસના સંમેલનમાં કોંગ્રેસના બેનર હેઠળ એ નિવેદન આપીને ઔચિત્ય ભંગ કર્યો હોવાના મતલબનો વાંધો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઉઠાવ્યો હતો, જેના ગણતરીના કલાકોમાં જ વાલજીભાઈએ મીડિયા સમક્ષના નિવેદનમાં તેમની ઉતાવળ થઈ ગયાનું સ્વીકારી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આમ, પોતે નિષ્કલંક હોવાનું કહેનાર શ્રી બોડાને મગફળીની ધૂળ નડી ગઈ છે! ગઈકાલે ટંકારા તાલુકા કોંગ્રેસના સંમેલનમાં નાફેડના ચેરમેન શ્રી વાઘજીભાઈ બોડાએ ઉકળાટ ઠાલવતા કહ્યું હતું કે ‘ફડચામાં ગયેલા કેપ્ટન યુનિયનને રાજ્ય સરકારે 80 ટકા ખરીદીની સત્તા આપી હતી. વેરાવળમાં શાયરિયાની મંડળીનો માલ હતો. જામનગર, પોરબંદર, કુતિયાણા, ગોંડલમાં ભ્રષ્ટાચાર થયો છે. મોરબી - ટંકારાથી એક કિલો કાંકરી નીકળે તો જાહેર જીવન છોડી દઉં, આત્મ વિલોપન કરી લઉં. હજુ તો બીજા 40 સ્થળે ધૂળવાળો માલ પડ્યો છે. લખતરમાં મંડળી ન્હોતી ત્યાં દલસાણિયાએ 11ની કમિટી બનાવીને ખરીદી આપી દીધી. મિલના માણસો પણ ભળેલા છે...’