બેકારો પકોડા વેચતા વેચશે પણ... ફર્નિચર બનાવતી કંપની આઈકિયા ભારતમાં સમોસાનો બિઝનેસ કરશે !

  • બેકારો પકોડા વેચતા વેચશે પણ... ફર્નિચર બનાવતી કંપની આઈકિયા ભારતમાં સમોસાનો બિઝનેસ કરશે !
  • બેકારો પકોડા વેચતા વેચશે પણ... ફર્નિચર બનાવતી કંપની આઈકિયા ભારતમાં સમોસાનો બિઝનેસ કરશે !

હૈદરાબાદ તા,10
દુનિયાની સૌથી મોટી ફર્નિચર બનાવતી કંપની કહેવાતી આઈકિયાનો ભારતમાં ગુરૂવારે પહેલો સ્ટોર ખુલવાનો છે. 12 વર્ષની લાંબી તૈયારી અને જાહેરાતના 6 વર્ષ બાદ અંતે આઈકિયા હવે ભારતમાં પોતાનો પહેલા સ્ટોરનું ઉદ્ઘાટન કરવાની છે. એટલું જ નહીં, આ દિગ્ગજ કંપની ભારતમાં સમોસા, સાંભર અને ઈડલી જેવી આઈટમ પણ વેચશે. કંપનીએ 2025 સુધીમાં ભારતમાં કુલ 25 સ્ટોર ખોલવાની યોજના બનાવી છે, તેમાંથી પહેલો સ્ટોર હૈદરાબાદમાં 9 ઓગસ્ટે ખુલશે. હૈદરાબાદના બહારના વિસ્તારમાં હાઈટેક સિટીમાં ખૂલી રહેલો આઈકિયાનો પહેલો સ્ટોર 13 એકરના કોમ્પ્લેક્સમાં હશે.
આ શો રૂમમાં કુલ 7,500ની આસપાસ પ્રોડક્ટ્સ હશે અને તેમાંથી લગભગ 1,000 આઈટમ એવી હશે, જેની કિંમત 200 રૂપિયા સુધી કે પછી તેનાથી પણ ઓછી હશે. આઈકિયાને આશા છે કે, એક વર્ષની અંદર લગભગ 60 લાખ ગ્રાહક તેને મળી રહેશે. આઈકિયાનો આ સ્ટોર 19 જુલાઈએ જ શરૂ થવાનો હતો, પરંતુ તૈયારી પૂરી ન થવાને પગલે તેને 9 ઓગસ્ટ સુધી ટાળી દેવાયું હતું. આઈકિયાની ટીમે ભારતમાં કામ શરૂ કરતા પહેલા લગભગ 1,000 ઘરોમાં જઈને સર્વે કર્યો અને તેમની કમાણી, લાઈફસ્ટાઈલને જાણીને તેની જરૂરિયાતો અને ઈચ્છાઓ સમજવાનો પણ પ્રયાસ કર્યો.
ફર્નિચર અને ઘર ઉપયોગના સામાન વેચતી કંપની ભારતમાં રેસ્ટોરન્ટ પણ ખોલશે. કંપનીનું માનવું છે કે, તે દ્વારા તેના સ્ટોરમાં આવતા લોકોની સંખ્યાને વધારી શકાશે. ફર્નિચર માટે જાણીતી કંપનીનું આ પગલું એક રીતે આશ્ર્ચર્યનજક છે. આઈકિયાના હૈદરાબાદના સ્ટોરમાં બનેલી રેસ્ટોરન્ટમાં એક સાથે 1,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. એટલું જ નહીં, મેન્યુમાં અડધાથી વધુ વસ્તુઓ વેજિટેરિયન હશે, જેમકે- સાંભર, સમોસા, વેજ બિરયાની. આ આઈટમ્સને 25 વેન્ડર્સ દ્વારા ઉપલબ્ધ કરાવાશે. ખાસ કરીને મહિલાઓના નેતૃત્વવાળા સામાજિક જૂથોની મદદ લેવામાં આવશે.