અધવચ્ચે ટાયરમાં પંકચર પડ્યું ? ચિંતા ન કરતા આ જેલ રિપેર કરશે !

  • અધવચ્ચે ટાયરમાં પંકચર પડ્યું ? ચિંતા ન કરતા આ જેલ રિપેર કરશે !
  • અધવચ્ચે ટાયરમાં પંકચર પડ્યું ? ચિંતા ન કરતા આ જેલ રિપેર કરશે !


અમદાવાદ તા,10
તમે કાર કે બાઈક ચલાવી રહ્યા છો અને અચાનક જ પંચર પડે તો તરત જ તમારો મૂડ ઓફ જાય સ્વભાવિક છે. જો તમે હાઈવે પર લેટ નાઈટ રાઈડીંગ કરી રહ્યા હોય એવા સમયે પંચર પડવાના કારણે તમે વિકટ સ્થિતિમાં મુકાઈ શકો છો. રાતના સમયે સરળતાથી સુમસાન હાઈવે પર ગેરેજ ન મળવાના કારણે તમને પરેશાની થાય છે. જોકે આ પ્રકારની સમસ્યાનો એક ખાસ ઉકેલ છે, જેના કારણે ટાયરમાં પંચર પડવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.
જી હાં, માર્કેટમાં મળતી એક ખાસ પ્રકારની પ્રોટેક્ટર જેલ તમારા ટાયરમાં પંચરને તુરંત રિપેર કરે છે. રસ્તા પર પડેલા ખીલી કે અન્ય ધારદાર મેટલના ટૂકડા પર આવતા જ ટાયરમાં પંચર પડી જાય છે. આવી સ્થિતિમાં માત્ર 2-3 સેક્ધડમાં જ આ જેલ ટાયરના પંચરને રિપેર કરી દે છે. આમ તમે ચિંતા મુક્ત થઈને ડ્રાઈવ કરી શકો છો.
વ્હીકલના ટાયરમાં એકવાર જેલને ઈજેક્ટ કર્યા બાદ તેનો રનિંગ ટેસ્ટ લેવામાં આવે છે. આ રનિંગ ટેસ્ટ દરમિયાન જેલ ટાયરમાં સંપૂર્ણ રીતે ફેલાઈને એક કોટીંગ બનાવે છે. આ બાદ જ્યારે પણ ટાયરમાં પંચર પડે છે, જેલ તે ભાગમાં આવીને પંચરને તરત રીપેર કરી નાખે છે. આ જેલ ટ્યૂબલેસ ટાયર્સ ધરાવતા બધા પ્રકારના વ્હીકલ માટે યોગ્ય ગણાય છે.
માર્કેટમાં મળતી આ પ્રોટેક્ટર જેલની કિંમત ટુ-વ્હીલર્સ માટે 900થી શરૂ કરીને 1400 રૂપિયા સુધીની રેન્જમાં મળે છે. જ્યારે કાર્સ માટેની કિંમત 3500 રૂપિયાથી શરૂ થાય છે.
આ જેલને પંપ દ્વારા ટાયરમાં ઈજેક્ટ કરવામાં આવે છે. એકવાર આ જેલને ટાયરમાં ઈજેક્ટ કરવા પર કંપની ટાયરના આયુષ્ય સુધી 100 ટકાની વોરંટી આપે છે.