કાત્યાર્યિની અમ્માનો જુસ્સો 96મા વર્ષે પરીક્ષા પાસ કરી

  • કાત્યાર્યિની અમ્માનો જુસ્સો 96મા વર્ષે પરીક્ષા પાસ કરી
  • કાત્યાર્યિની અમ્માનો જુસ્સો 96મા વર્ષે પરીક્ષા પાસ કરી

કેરળ તા,10
દેશમાં કેરળ એકમાત્ર પૂર્ણ સાક્ષરતાં ધરાવતું રાજ્ય છે. જોકે, તેમ છતાં
પણ ત્યાં અલગ અલગ પ્રકારે જનસાક્ષરતાના અભિયાન ચાલું છે. જેથી ઉણપ પૂરી કરી શકાય. નવા અભિયાન હેઠળ કેરળ સરકારે 100 ટકા સાક્ષરતા દર મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે હેઠળ સમાજના દરેક વર્ગ, દરેક વ્યક્તિને સાક્ષર બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આવી જ એક સાક્ષરતા મિશન યોજના હેઠળ 96 વર્ષના એક વૃદ્ધ મહિલાની શિક્ષણ પ્રત્યે અદમ્ય ઈચ્છા જોવા મળી હતી.
કેરળના અલપુઝ્ઝામાં 96 વર્ષના કાત્યાર્યિની અમ્માએ પણ સાક્ષરતા મિશનવાળી યોજના અક્ષરલક્ષમ હેઠળ આયોજીત ચોથા ધોરણ માટે પરીક્ષા આપી હતી. જોકે, અમ્મા એ વાતથી ખુશ નહોતા કે તેમણે જેટલો અભ્યાસ કર્યો તેટલા પ્રશ્ન પેપરમાં પૂછાયાં નહોતાં. અમ્માના ટીચરે જણાવ્યું કે,કાત્યાર્યિની અમ્માએ 96 વર્ષની ઉંમરમાં પોતાના જીવનની પહેલી પરીક્ષા આપી અને ઈંગ્લિશ રીડિંગ ટેસ્ટમાં ફુલ માર્ક્સ પણ મેળવ્યાં.
ટીચરે જણાવ્યું કે પરીક્ષામાં કુલ 45 વિદ્યાર્થીઓ હતાં અને હોલમાં બેઠેલી તે સૌથી વૃદ્ધ મહિલા હતી. આ પરીક્ષા ત્રણ તબક્કામાં આયોજીત કરવામાં આવી હતી. પહેલી 30 માર્ક્સની રીડિંગ ટેસ્ટ, બીજી 40 માર્ક્સની મલયાલમ લેખન અને 30 માર્ક્સ ગણિતનાં. જેમાં અમ્માએ રીડિંગ ટેસ્ટમાં 30માંથી 30 માર્ક્સ મેળવ્યાં હતાં.
રિપોર્ટ્સ અનુસાર સમગ્ર કેરળમાં આ વર્ષે 45,000 સીનિયર સિટિઝને સાક્ષરતા મિશનની ટેસ્ટ પરીક્ષામાં ભાગ લીધો હતો. જો અમ્મા લેખિત પરીક્ષા પાસ કરી લે તો તેને આવતા વર્ષે ચોથા ધોરણમાં પ્રવેશ મળશે. 96 વર્ષની વૃદ્ધા છ મહિનાથી મલયાલમ અને ગણિતના ટ્યૂશન લઈ રહી છે. અમ્માનું કહેવું છે કે તે અંગ્રેજીનો અભ્યાસ ચાલું રાખવા ઈચ્છે છે.