તાતા ગ્રુપ દ્વારા કૂતરા માટે વૈભવી સુવિધા: તાજ હોટેલમાંથી ભોજન !

  • તાતા ગ્રુપ દ્વારા કૂતરા માટે વૈભવી સુવિધા: તાજ હોટેલમાંથી ભોજન !

નવીદિલ્હી તા,10
29 જુલાઇના દિવસે ટાટા ગ્રુપ માટે એકદમ ખાસ રહ્યો. 9 મહિનાના લાંબા રિનોવેશન બાદ ફરીથી ટાટા હેડક્વાર્ટર બોમ્બે હાઉસના દરવાજા ખુલી ગયા. 94 વર્ષ જૂની આ બિલ્ડીંગમાં પહેલીવાર રેનોવેટ કરવામાં આવી છે. કાયાલયના ઉદઘાટનમાં સમૂહના 150 વર્ષ અને જેઆરડી ટાટાની 14મી જયંતિને પણ ચિહ્નિત કરવામાં આવી છે. પરંતુ એટલું જ નહી. આ વખતે બોમ્બે હાઉસમાં કંઇક બીજું પણ ખાસ કરવામાં આવ્યું. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનો કૂતરા પ્રત્યેના પ્રેમથી કોણ અજાણ છે. એટલું જ નહી હવે કુતરા ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં રહેશે. તેમના માટે નવા ઘર તૈયાર કરવામાં આવ્યા છે.
જોકે ટાટા ગ્રુપના મુંબઇ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસમમાં ગત 9 મહિનાથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ગત અઠવાડિયે હેડક્વાર્ટરને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે રિનોવેશન બાદ ઓફિસની કાયાકલ્પ તો થઇ ગઇ છે, સાથે જ એક અનોખી સુવિધા પણ શરૂ થઇ ગઇ છે. આ નવી સુવિધાને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. બોમ્બે હાઉસમાં પહેલીવાર પકેનેલથ એટલે કે ઘર ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા ખાસ કૂતરાઓ માટે આ ઘર બનાવ્યું છે.
બોમ્બે હાઉસ ઘણા વર્ષોથી રખડતા કૂતરાઓનું રહેણાંક બન્યું હતું. કૂતરા રિસેપ્શન પર જોવા મળતા હતા. સિક્યોરિટી ગાર્ડની કેબિનમાં કૂતરા ઉંઘતા હતા. પરંતુ હવે તેમને પોતાનું નવું ઘર આપવામાં આવ્યું છે. બોમ્બે હાઉસમાં કૂતરાઓ માટે અલગથી રૂમ ડિઝાઇન કરવામાં આવ્યો છે. કેનેલના ડિઝાઇન એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે તેમાં કુતરા પોતાની મરજીથી આવી અને જઇ શકે છે.
બોમ્બે હાઉસમાં બનાવવામાં આવેલા કૂતરાને લગ્ઝરી સુવિધાઓ પણ આપવામાં આવી છે. રૂમમાં કૂતરાઓ માટે રમકડાં, ડોગ બિસ્કીટ અને તાજ હોટલના રસોડામાંથી દરરોજ આવનાર બાફેલા માંસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જાનવરો માટે કામ કરનાર સંસ્થા સેવ આવર સ્ટ્રેઝે ફેસબુક પર કૂતરા માટે નવા ઘરના ફોટા શેર કર્યા છે.