આજની પ્રાર્થના

  • આજની પ્રાર્થના

અને પરમાત્માનો સાક્ષાત્કાર થયો
હે દયાનિધિ !
તપ પણ તું, તપસ્વી પણ તું.
યાત્રા પણ તું, યાત્રી પણ તું.
સંયમ પણ તું, સંયમી પણ તું.
જપ પણ તું, જપનાર પણ તું.
ૐકાર પણ તું, હીંકાર પણ તું.
રામ પણ તું, કૃષ્ણ પણ તું.
અલ્લાહ પણ તું, અરીહંત પણ તું.
જ્ઞાન પણ તું, જ્ઞાની પણ તું.
તીર્થ પણ તું, તીર્થપતિ પણ તું.
ગીત પણ તું, ગાયક પણ તું.
માલ પણ તું, માલિક પણ તું. - પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા   (ક્રમશ:)