IPLની બ્રાન્ડ વેલ્યુ 19% વધી 6.3 અબજ ડોલર

  • IPLની બ્રાન્ડ વેલ્યુ 19% વધી 6.3 અબજ ડોલર
  • IPLની બ્રાન્ડ વેલ્યુ 19% વધી 6.3 અબજ ડોલર

મુંબઇ તા. 10
આઇપીએલની સફળતા સતત નવાં શિખરો સર કરી રહી છે. અત્યારે તે ભારતની સૌથી મોટી મીડિયા પ્રોપર્ટી છે અને 11 વર્ષ પછી પણ તેની બ્રાન્ડ વેલ્યૂ નવી ઉંચી સપાટીએ પહોંચી છે. દર વર્ષે નવા દર્શકો અને એડવર્ટાઇઝર્સ આ ઝ-20 ક્રિકેટ બ્રાન્ડ સાથે જોડાઇ રહ્યા છે. ડફ એન્ડ ફેલ્પ્સના એહવાલ મુજબ આઇપીએલ બ્રાન્ડનું વેલ્યૂએશન 19 ટકા વૃદ્વિ સાથે 6.3 અબજ ડોલરે પહોંચ્યું છે.
ડફ એન્ડ ફેલ્પ્સ વેલ્યૂએશન કોર્પોરેટ ફાઇનાન્સના વૈશ્ર્વિક સલાહકાર છે, જે દર વર્ષે આઇપીએલ અંગે વાર્ષિક અહેવાલ જારી કરે છે. 2017માં ડફ એન્ડ ફેલ્પ્સના રિપોર્ટમાં અઙઇપઞએૠનું વેલ્યુએશન 5.3 અબજ ડોલર (2016ના 4.16 અબજ ડોલરની તુલનામાં) થયું હતું. ડફ એન્ડ ફેલ્પ્સના એમડી સંતોષે જણાવ્યું હતું કે, આઇપીએલની ઇકોસિસ્ટમનું મૂલ્ય ગયા વર્ષે 19 ટકા વધ્યું હતું. ઉંચા બેઝ છતાં આટલી વૃદ્વિ બહુ સારી નિશાની કહી શકાય. આઇપીએલની બ્રાન્ડ વેલ્યૂમાં મોટી વૃદ્વિ માટે બે ડિલ્સ જવાબદાર છે. ઇઈઈઈંને વિવોની ટાઇટલ સ્પોન્સરશિપ અને સ્ટાર ઇન્ડિયાના મીડિયા હક સંબંધી સોદામાં તગડું પ્રીમિયમ મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મીડિયા પ્રોપર્ટી તરીકે આઇપીએલની ઇકોસિસ્ટમ બહુ સારી છે, જે છેલ્લા 11 વર્ષથી અસ્તિત્વમાં છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર આઇપીએલની શરુઆતથી દસ વર્ષ સુધી ભારતીયો માટે માટે ટૂર્નામેન્ટે ટીવી પ્રાઇમ ટાઇમ સ્લોટમાં સ્થાન મેળવ્યું છે. એડ્વર્ટાઇઝસ, પ્રસારણકર્તા, સ્પોન્સર્સ, સહયોગીઓ, પાર્ટનર્સ સહિતના લોકોના સહયોગના કારણે કંપનીઓના કેમ્પેન કેલેન્ડરમાં આ સૌથી મહત્વની ઇવેન્ટ છે અને ભારતના ટીવી દર્શકો પણ તેની આતુરતાથી રાહ જુએ છે. આ વખતના અહેવાલની અન્ય સિદ્વિમાં બે ફ્રેન્ચાઇઝી 10 કરોડ ડોલરના ક્લબમાં જોડાયા છે. ઉપરાંત, બે ફ્રેન્ચાઇઝી 10 કરોડ ડોલરના ક્લબમાં જોડાવાની તૈયારીમાં છે.
બ્રાન્ડ વેલ્યૂએશનની રીતે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટોચ પર છે. મુંબઇ ઇન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યૂ 11.3 કરોડ ડોલર અને કોલકાતા નાઇટ રાઇડર્સની બ્રાન્ડ વેલ્યૂ 10.4 કરોડ ડોલર થઇ છે. રોયલ ચેલેન્જર્સને પણ આટલું જ મૂલ્ય હાંસલ કરવામાં સફળતા મળી છે. ત્યાર પછીના ક્રમે સનરાઇઝર્સ હૈદરાબાદ (7 કરોડ ડોલર) કિંગ્સ ડઈં પંજાબ (5.2 કરોડ ડોલર) અને રાજસ્થાન રોયલ્સ (4.3 કરોડ ડોલર) આવે છે. લોકપ્રિયતા નવા શિખરે
 5.3 અબજથી વધી
 6.3 અબજ
 19% 2017ની તુલનામાં ઈંઙકની બ્રાનડ વેલ્યૂમાં વૃદ્વિ સૌથી મોટી મીડિયા પ્રોપર્ટી
IPLએ ભારતની સૌથી મોટી મીડિયા પ્રોપર્ટી તરીકેનું સ્થાન જાળવ્યું.
 11 વર્ષ પછી પણ તેની બ્રાન્ડ વેલ્યુ નવી ઉંચી સપાટીએ પહોંચી
 IPLને વિવોની ટાઇટલ સ્પોન્સરશિપ અને સ્ટાર ઇન્ડિયાના મીડીયા હક સંબંધી તગડું પ્રીમિયમ મળ્યું.