પ્રેગનન્સીનો 7મો મહિનો છતાં સાનિયા મિર્ઝા ટેનિસ રમે છે

  • પ્રેગનન્સીનો 7મો મહિનો છતાં  સાનિયા મિર્ઝા ટેનિસ રમે છે

 ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કર્યો
હૈદરાબાદ તા.10
ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા હવે પોતાની રમતના કારણે નહીં પણ પોતાના ઇન્સ્ટાગ્રામ વીડિયો તેમજ તસવીરોને કારણે મીડિયામાં છવાયેલી છે. તાજેતરમાં પ્રેગનન્સી પછી સાનિયાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં અનેક વીડિયો અને તસવીર પોસ્ટ કરી છે. સામાન્ય રીતે ભારતમાં પ્રેગનન્સી વખતે મહિલાઓ ભરપુર આરામ કરતી હોય છે ત્યારે સાનિયા ટેનિસ રમીને સમય પસાર કરતી જોવા મળે છે. સાનિયાની ડિલિવરીમાં હવે બે મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે તે ટેનિસ રમવાની મજા માણી રહી છે. પહેલાં ગોઠણની ઇજા અને પછી પ્રેગનન્સીને કારણે લાંબા સમયથી ટેનિસ કોર્ટથી દૂર છે. જોકે, સાનિયાનો દાવો છે કે તે 2020ની ટોકિયો ઓલિમ્પિકથી રમતના ફિલ્ડમાં પરત ફરવાની અપેક્ષા રાખે છે. સાનિયાનું માનવું છે કે માતૃત્વ એક મહિલાને તેની કરિયરથી અલગ નથી કરી શકતું. તે એક મહિલાને વધારે સશક્ત બનાવે છે. સાનિયાએ જણાવ્યું છે કે તેનું બાળક તેના માટે ખાસ છે અને તે બાળકના જન્મ પછી ટેનિસના પુનરાગમન કરશે કારણ કે તે બાળક માટે ઉદાહરણરૂપ બનવા માગે છે. સાનિયાએ પોતાની 15 વર્ષની લાંબી કરિયરમાં છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. સાનિયા-શોએબે 12 એપ્રિલ, 2010ના દિવસે લગ્ન કર્યા હતા.