ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનવા માટે 20 ઉમેદવારો

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનવા માટે 20 ઉમેદવારો

ભૂતપૂર્વ સ્પિનરો સુનિલ જોશી અને રમેશ પવારે પણ ઉમેદવારી નોંધાવી: આજે ઇન્ટરવ્યુ
નવી દિલ્હી તા.10
ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ બનવા ક્રિકેટ બોર્ડને કુલ 20 અરજીઓ મળી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનરો સુનીલ જોશી અને રમેશ પોવારનો સમાવેશ છે. તમામ અરજીકર્તાઓના આજે મુંબઈમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અન્ય અરજી કરનારાંઓમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા તેમ જ વિજય યાદવ, ભારતની ભૂતપૂર્વ મહિલા કેપ્ટન મમતા મબેન તેમ જ સુમન શર્મા, મારિયા ફાહે અને પૂર્ણિમા રાવનો સમાવેશ છે. આ બધામાં ભૂતપૂર્વ સ્પિનરો જોશી અને પોવાર સૌથી મજબૂત દાવેદાર ગણાય છે. તાજેતરમાં તુષાર અરોઠેને તાજેતરમાં ટીમની અમુક સિનિયર ખેલાડીઓની સલાહને આધારે કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને પોવારને વચગાળાના કોચ બનાવવામાં આવ્યા છે. સુનીલ જોશી ભારત વતી 15 ટેસ્ટ અને 69 વન-ડે રમ્યો હતો. પોવાર ભારત વતી બે ટેસ્ટ અને 31 વન-ડે રમ્યો હતો.