બેડમિન્ટનમાં ચીનનું વર્ચસ્વ ઘટયું: ભારત-જાપાન ટોપ રનર

  • બેડમિન્ટનમાં ચીનનું વર્ચસ્વ  ઘટયું: ભારત-જાપાન ટોપ રનર

 વર્લ્ડ ફેડરેશનના સેક્રેટરી જનરલે આપ્યો અભિપ્રાય
નેન્જિંગ(ચીન) તા.10
ડેન્માર્કના બેડ્મિન્ટન-લેજન્ડ અને બેડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશનના સેક્રેટરી જનરલ થોમસ લુન્ડે અહીં વર્લ્ડ ચેમ્પિયનશિપના ટાણે આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે બેડ્મિન્ટન જગતમાં ઘણા વર્ષો સુધી ચીને પ્રભુત્વ જમાવ્યું ત્યાર પછી હવે એની તાકાત ઓસરી રહી છે અને બીજી તરફ જાપાન, ભારત તેમ જ થાઇલેન્ડ, ચાઇનીઝ તાઇપેઇ (તાઇવાન) તેમ જ સ્પેન જેવા દેશોના ખેલાડીઓ ચમકવા લાગ્યા છે. ડેન્માર્કના પ્લેયરો પણ પાછા ઉભરી રહ્યા છે. ચીનની તાકાત ઓસરી રહી છે. આમેય, એકનો એક દેશ જીત્યા કરે એ જોવામાં કોને રસ હોય. જોકે, ચીનનો પર્ફોર્મન્સ કથળી રહ્યો છે એટલે નવા દેશોના નામ બેડ્મિન્ટનના નકશા પર ચમકવા લાગ્યા છે એવું નથી. ભારત સહિતના આ દેશોનું બેડ્મિન્ટનનું સ્તર ઉપર આવી રહ્યું છે એ સૌથી મોટું કારણ છે. 2012ની ઑલિમ્પિક્સમાં ચીને પાંચેય કેટેગરીના મેડલ જીતી લીધા હતા. જોકે, ચીનના પ્રભુત્વના દિવસો હવે ભૂતકાળ બની રહ્યા છે.