ફલેશબેક

  • ફલેશબેક

 ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી કુલ 118 ટેસ્ટમાંથી ભારતે 25 અને ઇંગ્લેન્ડે 44 મેચ જીતી છે: 49 મેચ ડ્રો લોડર્સ તા.10
ભારત અને ઇંગ્લેન્ડ આવતીકાલથી લોડ્ર્સના ઐતિહાસિક મેદાન ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે અને એંકંદરે પણ ભારતની સામે વધારે સારો દેખાવ કરવામાં સફળ રહી છે. આંકડા પર નજર કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ ભારત કરતા ખુબ સારો રહૃાો છે. ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ એંકદરે ટેસ્ટ ક્રિકેટમાં ભારત કરતા ખુબ જોરદાર રહૃાો છે. ઇંગ્લેન્ડમાં પોતાના ઘરઆંગણે તો ભારતીય ટીમનો દેખાવ ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ખુબ કંગાળ રહૃાો છે. ઇંગ્લેન્ડમાં બન્ને ટીમો વચ્ચે કુલ 58 ટેસ્ટ મેચો રમાઇ છે. જે પ્ૌકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે 31 ટેસ્ટ મેચો જીતી છે. જે સાબિત કરે છે કે આંકડાની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડની ટીમ કેટલી આગળ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાયેલી 58 ટેસ્ટ મેચો પ્ૌકી 21 ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. આવી જ રીતે ઓવર ઓલ દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 118 ટેસ્ટ મેચો રમાઇ છે. જે પ્ૌકી ભારતે 25 ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે 44 ટેસ્ટ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે કુલ 49 ટેસ્ટ મેચો ડ્રો જાહેર કરવામાં આવી છે. કેટલીક એવી ટેસ્ટ શ્રેણી રહી છે ત્યારે ભારતીય ટીમનો દેખાવ જોરદાર દેખાવ રહૃાો છે. વર્ષ 2014માં એલિસ્ટર કુકના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમે પાંચ ટેસ્ટ મેચોની પટોડી ટ્રોફી 3-1થી જીતી લીધી હતી. મોટા ભાગ્ો ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ છેલ્લા કેટલાક પ્રસંગોએ ઇંગ્લેન્ડની ટીમનો સામનો કરી શકી નથી. વર્ષ 2007માં રાહુલ દ્રવિડના નેતૃૃત્વમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં શ્રેણી 1-0થી જીતી જવામાં સફળ થઇ ગઇ હતી. હેડ ટુ હેડના મામલામાં ઇંગ્લેન્ડની ટીમ ભારતથી ખુબ આગળ રહી છે. વિતેલા વર્ષોમાં ઇંગ્લેન્ડની ટીમનું પ્રભુત્વ રહૃાું હતું. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમનો દેખાવ સતત સુધરી રહૃાો છે. આ શ્રેણીમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ સાથે મેદાનમાં આવે તેવી શકયતા છે. ભારતીય ટીમ નંબર વન રેંકિગં તરીકે છવાઈ જવા માટે તૈયાર છે. ફરી એકવાર વિરાટ કોહલી ઉપર તમામ ચાહકોની નજર કેન્દ્રિત રહેશે. પ્રથમ ટેસ્ટ મેચમાં સદી કર્યા બાદ કોહલી ઐતિહાસિક મેદાન ખાતે પણ કોઇ નવા રેકોર્ડ કરી શકશે કે કેમ તેના પર ચાહકોની નજર રહેશે.