અન્ડરબ્રિજમાં ફાયરબ્રિગેડ સાફ-સફાઇ કરી

  • અન્ડરબ્રિજમાં ફાયરબ્રિગેડ સાફ-સફાઇ કરી

લોકો સ્લીપ થતાં હોવાની ફરિયાદ બાદ તાબડતોબ કાર્યવાહી વરસાદના કારણે જામી ગયેલો સેવાળ દુર કરાયો રાજકોટ તા.ર3
રાજકોટમાં પડેલા સતત વરસાદના કારણે કાલાવડ રોડ ઉપર આવેલ અન્ડરબ્રીજ નીચે સેવાળ જામી જતા વાહનચાલકો સ્લીપ થઇ રહ્યા હતા.
જે ફરીયાદ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડને મળતા તુરંત
જ સવારે ફાયરબ્રિગેડ ટીમને કામે
લગાડી હતી.
સતત પડેલા વરસાદના કારણે ત્યાં સેવાળ જામી ગયો હતો. જેના કારણે રોજ પાંચ થી છ વાહનચાલકો સ્લીપ થતાં હતા. લોકોને નાની-મોટી ઇજાઓ પહોચતી હતી.
અન્ડરબ્રીજમાં સેવાળથી લોક ભય થઇ રહ્યા છે. તો વાહનની ફરીયાદ નાગરીકોએ સ્ટેન્ડીંગ ચેરમેન
ઉદયભાઇ કાનગડને કરતાં તુરંત જ અન્ડરબ્રીજની સાફ-સફાઇ કરવાની સુચના આપી હતી.
સુચના બાદ તુરંત જ ફાયરબ્રિગેડનો સ્ટાફ અન્ડરબ્રીજ ઉપર પહોચી ફુલ ફોર્સથી પાણીનો મારો ચલાવી જામી ગયેલ સેવાળ દુર કર્યો હતો.
બપોર બાદ અન્ડરબ્રીજમાંથી સેવાળ દુર કરાતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.