અરવિંદભાઈ મણીઆરનું જીવન દરેક પેઢી માટે પ્રેરણાદાયી: મુખ્યમંત્રી

  • અરવિંદભાઈ મણીઆરનું જીવન દરેક પેઢી માટે પ્રેરણાદાયી: મુખ્યમંત્રી

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની 34 વર્ષની પ્રવૃતિઓનું સામાજીક ઓડિટ સ્વરૂપે ડોકયુમેન્ટેશન ‘પ્રકાશને પંથે’
પુસ્તક લોકાર્પણ સમારોહ સંપન્ન:
ભૈયાજી જોશી સહિતનાની રહી હાજરી રાજકોટ તા,23
શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની 34 વર્ષની પ્રવૃતિઓનું સામાજિક ઓડિટ સ્વરૂપે ડોક્યુમેન્ટેશન એટલે કે ‘પ્રકાશને પંથે’ પુસ્તકનો લોકાર્પણ સમારોહ ભૈયાજી જોશી અને વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતમાં રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ હતો. આ સમારંભની વિશેષતા એ હતી કે અરવિંદભાઇ મણીઆરની ચિરંજીવ સ્મૃતિને જાળવતાં અમુલ્ય પુસ્તકનીઉપસ્થિત સહુને ભેટ આપવામાં આવી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રમુખ સ્થાનેથી પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘સર્વપ્રથમ, આ પુસ્તક પ્રકાશન માટે રાજુલભાઇ અને ટ્રસ્ટને અભિનંદન આપું છું. અરવિંદભાઇ એ એવું વ્યક્તિ હતું કે તે પુસ્તકમાં સમાય નહિ. 50 વર્ષનું તેમનું આયુષ્ય હતું. માણસ 25 વર્ષ સુધી તો ભણતો હોય, શીખતો હોય અને બીજા પાંચ વર્ષ કામ-ધંધો કરે, ઠરીઠામ થતાં 30 વર્ષ થાય, અરવિંદભાઇએ 20 વર્ષ કામ ર્ક્યું, પરંતુ ટૂંકા સમયમાં તેમણું જેટલું કાર્ય ર્ક્યું, મૂલ્યોના માનવી તરીકે, રાજકીય આગેવાન તરીકે કાર્ય ર્ક્યું તેને આપણે આજ યાદ કરીએ છીએ. અત્યારના સમયમાં સક્રિયતા જરૂરી બની છે. અરવિંદભાઇએ એ સમયમાં વિચાર સાથે, ધ્યેય સાથે કાર્ય ર્ક્યું છે. આજે જે નેતાગીરી ઉભી થઇ છે, તેવા કાર્યકર્તાનું ઘડતર કરનાર બે-ચાર વ્યક્તિઓ પૈકી અરવિંદભાઇ એક હતા. તેમણે બેન્ક થકી ગરીબ માણસ, નાના અને છેવાડાના માણસને કેમ મદદ કરવી તેવા અનેક કાર્યો અરવિંદભાઇએ ર્ક્યા. અરવિંદભાઇએ બેન્કમાં અને કોર્પોરેશનમાં અનેક લોકોને મળીને પ્રજાનાં ખૂબ જ કાર્યો ર્ક્યા. તેમણે વધુને વધુ લોકોનાં સુખ-દુ:ખમાં ભાગીદાર બનવાનું ગમતું હતું. અરવિંદભાઇની સ્મશાન યાત્રામાં રાજકોટનો નાનામાં નાનો માણસ રોતો મે જોયો છે. બધાને એમ લાગતું હતું કે આખા રાજકોટે કંઇક ગુમાવ્યું છે. આજ સુધી આટલી મોટી સ્મશાનયાત્રા મે રાજકોટમાં જોઇ નથી.’
વધુમાં જણાવ્યું હતું કે, ‘અરવિંદભાઇ જનસંઘને પણ મોટો કરવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો. અનેક કાર્યકરોને પક્ષમાં જોડતા ગયા. અમે બધા તેના માનસપુત્રો છીએ.
રાષ્ટ્રીય સ્વંય સેવકના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ‘અરવિંદભાઇએ હિન્દુ રાષ્ટ્રનું સ્વપ્ન જોયેલુ, તેમનું આ સ્વપ્ન અવશ્ય સાકાર થશે જ. ભારતનાં યોગદાનની દુનિયાને નિરંતર આવશ્યકતા રહેવાની છે. દીપ સ્તંભ સમાન તેમનું જીવન રહ્યું. આપણા સહુનું ભાગ્ય છે કે આવા પુણ્યાત્માના દેશમાં આપણનો જન્મ થયો છે. નિરંતર આ દેશમાં આ પ્રકારના લોકો આવતા રહેશે અને સતત આવતા રહેશે જ. અહીં સિદ્ધાંતરૂપે બતાવ્યું કે, સમાજ ચલતા રહેગા, શુદ્ધ રહેગા, આ વાત ગ્ંરથો કે આદેશને રીતે નથી જણાવી પરંતુ એમ કહેવામાં આવ્યું કે, જે આગળ ગયા છે તેમની પાછળ ચાલો. આ વાત સાથે ચાલીને કહેવામાં આવી છે. વાસ્તવિક મહાજન એ છે કે જેમણે કહેવાની જરૂર નથી કે મારી પાછળ ચાલો, પરંતુ સમાજ અપને આપ તેની પાછળ ચાલે છે.
પુસ્તક લોકાર્પણ સમારોહમાં મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય અને કમળની પંખડી ખુલતાં-ખુલતાં પુસ્તક પ્રદર્શની કરી અદ્યતન ટેકનોલોજીનો પરિચય સંસ્થાએ કરાવ્યો હતો. આ પ્રયાસે ઉપસ્થિત સહુએ તાલીઓનાં ગડગડાટથી વધાવી લીધો હતો. ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કથીરીયાએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે, ‘અરવિદભાઇએ સમાજ જીવનમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાંથી પ્રેરણા લઇને તેમણે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન સાથે કાર્ય ર્ક્યુ. તેઓ મેયર તરીકે, ધારાસભ્ય તરીકે કાર્ય ર્ક્યું. ‘નાના માણસોનાં અદના સેવક તરીકે’ કાર્ય કરવા રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં કાર્ય ર્ક્યું.
જ્યોતીન્દ્રભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘1983માં અરવિંદભાઇના અવસાન બાદ કેટલાક રાજકીય-સામાજિક કાર્યકરો ભેગા થયા અને તેમની સ્મૃતિને જીવંત રાખવા ટ્રસ્ટની રચના કરવાનું નક્કી ર્ક્યું. અરવિંદભાઇનાં નામની આગળ સ્વ. લખવાનું મન નહોતું માનતું. અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની આગળ શ્રી લખવાનું નક્કી થયું ત્યારે કહેવાયું કે આપણે તેમનાં નામની આગળ નહિ પરંતુ ટ્રસ્ટનું નામનીઆગળ કાયમ માટે શ્રી લખી શકીશું.
પુસ્તકના લેખક અને જાણીતા પત્રકાર રાજુલભાઇ દવેએ લેખન યાત્રાની વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મિત્રો, પુરુષાર્થી અને પરમાર્થી વ્યક્તિનું સ્મરણ કરવા આપણે એકઠા થયા છીએ. 22-23 વર્ષનાં મર્યાદિત સમયગાળામાં, માનવી ઇચ્છે તો કેટલું કામ કરી શકે અને નિષ્ઠા તથા પ્રમાણિકતાપૂર્વક પોતાના ધૈર્યને વળગી આગળ વધે તો કેટલી જબ્બર આંતિરક ઉર્જા ઉત્પન્ન થાય તેનું ઉદાહરણ અરવિંદભાઇ છે. સામાન્ય માનવીનું અસામાન્ય વ્યક્તિત્વ એટલે અરવિંદભાઇ મણીઆર છે. તેઓ સંવેદનશીલ લોકનેતા હતા.’
પુસ્તક વિમોચન સમારોહમાં ભૈયાજી જોશી (સર કાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ), વિજયભાઇ રૂપાણી (મુખ્યમંત્રી-ગુજરાત રાજ્ય), ડો. વલ્લભભાઇ કથીરીયા (મેનેજીંગ ટ્રસ્ટી), જ્યોતીન્દ્રભાઇ મહેતા (ટ્રસ્ટી), હંસિકાબેન મણીઆર (ટ્રસ્ટી), મહાસુખભાઇ શાહ (ટ્રસ્ટી), શિવુભાઇ દવે (ટ્રસ્ટી), પૂ. સ્વામી પરમાત્માનંદજી (આર્ષ વિદ્યા મંદિર), કલ્પકભાઇ મણીઆર, અંજલિબેન રૂપાણી, રાજુલભાઇ દવે (લેખક-પત્રકાર), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય), લાખાભાઇ સાગઠીયા (ધારાસભ્ય), બીનાબેન આચાર્ય (મેયર-રાજકોટ મહાનગરપાલિકા), ઉદયભાઇ કાનગડ (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન), નલિનભાઇ વસા (ચેરમેન-રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.), ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, હરિભાઇ ડોડીયા, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, રાજશ્રીબેન જાની, કિર્તીદાબેન જાદવ, રાહુલભાઇ ગુપ્તા (કલેકટર-રાજકોટ), મનોજભાઇ શશીધર (પોલીસ કમીશ્નર-રાજકોટ), મીહિરભાઇ મણીઆર, હર્ષલભાઇ મણીઆર, ગોવિંદભાઇ સોલંકી, અપુર્વભાઇ મણીઆર, રાજુભાઇ ધ્રુવ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, શિવલાલભાઇ વેકરીયા, રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, જાહ્નવીબેન લાખાણી, પ્રભાતભાઇ ડાંગર, હસુભાઇ ગણાત્રા, રમેશભાઇ ઘેટીયા, પ્રવિણભાઇ માકડીયા, ગોપાલભાઇ માકડીયા ઉપરાંત આમંત્રિતો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આભારદર્શન કરતાં કલ્પકભાઇ મણીઆરે જણાવ્યું હતું કે, ‘મહાનુભાવો અને સહુનો હાર્દિક આભાર સાથે વાત કરું તો, આ પુસ્તકની શરૂઆત બળવંતભાઇ જાનીથી થઇ. તેમણે આપણને એક પુસ્તકની ભેટ આપી. ત્યારબાદ આપણને રાજુલભાઇ મળ્યા. રાજુલભાઇએ ઘણું જ સચોટ કાર્ય ર્ક્યું છે.
આ તકે અપૂર્વભાઇ મણીઆરે અસરકારક શબ્દોની ગુંથણી સાથે શૌર્ય ગાન રજુ કરી અરવિંદભાઇ મણીઆરની ભાવવાહી સ્મૃતિ જીવંત કરી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છ-ખાદીનો રૂમાલ અને મોમેન્ટો આપી સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. આભારદર્શન કલ્પકભાઇ મણીઆરે અને સંચાલન નિલેશભાઇ શાહે ર્ક્યું હતું. આ સમારોહને સફળ બનાવવા માટે અસંખ્ય કાર્યકરોએ અથાગ જહેમત ઉઠાવી હતી. અરવિંદભાઇની કાર્યકરો માટે લાગણી વિજયભાઇ રૂપાણીએ એક પ્રસંગને યાદ કરી માર્મિક વાત કરી હતી. ઇ.સ. 1977માં જામનગર લોકસભાની સીટ માટે પક્ષમાં નેતૃત્વ માટે કાર્યકરોની જરૂર ઉભી થઇ. તે સમયે જામનગરથી જ્યોતિન્દ્રભાઇ રાજકોટ આવેલા અને અરવિંદભાઇની ઓફિસે કામકાજ સંભાળતા. જામનગરની સીટ માટે જ્યોતિન્દ્રભાઇને ઉભા રાખવાની અમારી લાગણી હતી. મે અરવિંદભાઇને ઓફિસમાં વાત રજુ કરી ત્યારે તેમણે બહુ સારી વાત કરી. જ્યોતિન્દ્રને ટિકિટ માટે વાંધો નથી. તેમણે યોગ્ય લાગે તે કરે પરંતુ મારે આપ સહુને એક વાત કહેવી છે કે ચુંટણીમાં દરેક વખતે જીત ન પણ થાય. આવા વખતે આવકનું શું કરશો ? રાજકારણ આપણા માટે સેવાથી વિશેષ કશું જ નથી. પહેલા, તમો તમારી રીતે આર્થિક સેટ થઇ જાવ પછી જાહેર જીવનમાં આવો તો વધુ સારું. પછી આપ સહુની ઇચ્છા. આવી હતી તેમની કાર્યકરો માટેની લાગણી.