કેશોદમાં થયેલા મર્ડર કેસમાં પાલિકાના ઉપપ્રમુખની ધરપકડ બાદ જેલહવાલે કરાયો

જૂનાગઢ તા,13
કેશોદમાં ધોળાદિવસે ધરબજારમાં જૂના ભાગીદારો વચ્ચે પૈસાની દેતી-દેતી બાબતે લોહિયાળ જંગ ખેલાયો હતો અને તેનાં ભીખાભાઈ રામાભાઈ હરીયાણીનું મોત થયું હતું. કેશોદ પોલીસે ગણતરીની કલાકોમાં સાત આરોપીને ઝડપી લીધા હતા અને તમામના રીમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. દરમ્યાન રાજકોટ આર.આર.એલ એ રાજકોટના મોરબી રોડ સામાકાંઠા વિસ્તારમાંથી સમગ્ર ઘટનાનું કાવત રૂ ઘડનાર કેશોદ પાલિકાના ઉપપ્રમુખ અને ભાજપના સુધરાઈ સદસ્ય વીરાભાઈ પુંજાભાઈ સિંધલ ની અટક કરી હતી અને કેશોદ પોલીસને જાણ કરવામાં આવતા તેનો કબ્જો મેળ્વ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રીમાન્ડ પૂરા થતા તેને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેલ હવાલે થયેલ પાલિકાના ઉપપ્રમુખ દ્વારા અંગત કારણોસર હોદ્દા પરથી રાજીનામુ તા-9ના રોજ આપ્યું છે. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના રાજીનામા કલેકટરની રૂબરૂમાં આપવા નો શિરસ્તો હોય ત્યારે પ્રમુખને ઉદ્દેશીને લખાયેલા રાજીનામાથી કાયદાકીય ગુચવાણ ઉભી થયેલ છે. ભાજપના ઉપપ્રમુખ વિરૂધ્ધ કાયદેસર રિપોર્ટ કલેકટરને સોંપેલ નથી અને પોલીસ દ્વારા અહેવાલ આપવાની રાહ જોઈ રહયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા શું નિર્ણય લેવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે.
કાયદા-વ્યવસ્થાની કથળતી સ્થિતિ
દારૂ વેચનારા છૂટથી દારૂ વેચી રહયા છે. છતા, પોલીસ કાંઈ કરી, રાહત નથી વગેરે બાબતોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
નિયમ વિરૂધ્ધના સ્પિડબ્રેકર કર કરાયા
જૂનાગઢ મધુરમ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં નિયમ વિરૂધ્ધ બનાવાયેલા સ્પીડબ્રેકર કમિશનરના હુકમ બાદ દબાણ અધિકારી અને બાંધકામ શખ્ખાએ દુર કર્યા હોવાનું નાયબ કાર્ય પાલક ઈજનેરે જણાવ્યું છે.
કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સુચનાથી નાયબ-કાર્યપાલક ઈજનેર દિપક ગૌસ્વામી અને દબાણ અધિકારી જેસીબી, ટ્રેકટર, સ્ટાફ વગેરે સાથે યોગીપાર્ક ખાતે જઈ તમામ સ્પીડબ્રેકરો દુર કર્યા હતા. આ ઉપરાંત અન્ય સોસાયટીઓમાં પણ જો અનઅધિકૃત સ્પિડ બ્રેકરો હોય તો તેને દૂર કરવા તાકીદ કરી છે. આ કામગીરીમાં રૂકાવટ કરવામાં આવશે તો તેની વિરૂધ્ધ પોલીસ કેસ કરવામાં આવશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું.
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતીની એક બેઠકનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સરદારના પુતળા થી મનોરંજન સર્કિટ હાઉસ હોવાથી ચોકથી આગળ જતો ખડિયા તરફ ના રસ્તાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ નામ આપવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.
જૂનાગઢ મનપા ખાતે મળેલ સ્થાયી સમિતીની બેઠકમાં વિવિધ કામોને મંજુરી આપવામાં આવી હતી જેમાં જન્માષ્ટમીની ઉજવણી માટે હરિઓમ ગૃપને રૂા.1 લાખ ફાળવવા, નરસિંહ સરોવરના વિકાસ માટે કલોલીફાઈડ થયેલ એજન્સીના ભાવોને મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત વરસાદના કારણે રસ્તા ચાલવા લાયક બનાવવા તમામ વોર્ડમાં એકથી બે લાખની મર્યાદામાં રકમ ફાળવવા નિર્ણય કરાયો હતો. તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી 50 કરોડની રકમના વિકાસ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.