આટકોટના કૈલાસનગર વિસ્તારમાં જી.ઇ.બી.ના નવા ફીડર સાથે જોડાણ

આટકોટ,તા.13
આટકોટ ગામ ના કૈંલાસનગર વિસ્તાર માં નવું બનેલ જી ઈ બી ના ફિડર માં આજરોજ જસદણ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ અલાઉદીન ફોગ ની રજુઆત થી કૈંલાસનગર નું કનેકસન જોઈન્ટ કરવાની કામગીરી જી ઈ બી ના અધિકારીઓ યે શરૂ કરી છે
આ અંગે તાલુકા યુવા ભાજપ પ્રમુખ અલાઉદીન ફોગે જણાવેલ કે આ વિસ્તાર માં ભાજપ સરકારના ઉર્જા મંત્રી દ્વારા નવું ફિડર મંજુર કરી ફિડર ચાલુ થઇ ગયેલ હતું. ઘણા સમય થી આ વિસ્તાર માં લાઇટનો પ્રસ્ન હતો તેમજ અવાર નવાર ડિયો ઉડી જતો હતો ડિમ પાવર સહિતના પ્રસ્નો ની રજુવાત કરેલ જે રજુવાત માન્ય રાખી તાત્કાલિક જી ઈ બી ના અધિકારી ઓ દ્વારા કૈંલાસ નગર વિસ્તાર ના પ્રશ્ર્નનું નિરાકરણ કરતા આ વિસ્તાર ના રાહીસોમાં આનંદ ની લાગણી છવાઈ જવા પામી છે.