ભાડેરમાં 9મા દિવસે લાશનો સ્વીકાર: અંતિમક્રિયા સંપન્ન

  • ભાડેરમાં 9મા દિવસે લાશનો સ્વીકાર: અંતિમક્રિયા સંપન્ન

ધોરાજી તા,13
ધોરાજી ભાડેરના પટેલ જીવનભાઇ સાંગાણીનો મૃતદેહને 9માં દિવસે સ્વીકારાયો હતો. ધોરાજી ભાડેર જીવનભાઇ સાંગાણીની હત્યા બાદ તેના મૃતદેહને નહી સ્વીકારાતા અને જયા સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઈન્કાર બાદ દેહને જૂનાગઢ હોસ્પીટલ ખાતે રાખવામાં આવેલો અને બાદમાં 9માં દિવસે લાશ સ્વીકારાતા ભાડેર ખાતે સ્વ. જીવનભાઇ સાંગાણીને ઘેર તેમના મૃત દેહને શ્રધ્ધાસુમન અર્પણ કરવા કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા, ડેરના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, પૂર્વે ધારાસભ્ય પ્રવીણ માકડીયા, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય સહિત દરેક સમાજના લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. હાજર રહેલ તમામની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.