ધ્રાંગધ્રામાં જુગારધામમાંથી ઝડપાયેલા તમામ આરોપીઓનાં જામીન અરજી રદ

  • ધ્રાંગધ્રામાં જુગારધામમાંથી ઝડપાયેલા તમામ આરોપીઓનાં જામીન અરજી રદ

ધ્રાંગધ્રા તા.13
ધ્રાગધ્રા શહેરમા પોલીસ દ્વારા ઝડપાયેલ જુગારધામમા 50 લીટર દારુ મળતા તમામ જુગારીઓના જામીન રદ. હાલમાજ ધ્રાગધ્રા શહેરના ઇતીહાસમા સૌ પ્રથમ મસમોટી જુગારધામની ક્લબ પર પોલીસ દ્વારા દરોડો કરતા સમગ્ર પંથકમા હાહાકાર મચી ગયો છે ત્યારે ઉલ્લેખનીય છે કે મંગળવારની મોડી રાત્રે શહેરના આંમ્બેડકર વિસ્તાર પાસે ચાલતી જુગારની ક્લબ પર દરોડો કરી ધ્રાગધ્રા સીટી પીઆઇ એન.કે.વ્યાસે જુગારીઓને ભોચાટતા કરી દીધા છે તેવામા કુલ 5 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ સાથે શહેરના નામચીન શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી અસામાજીક પ્રવૃતિ કરનારાઓમા સપાટો પાડ્યો છે. જોકે ગઇકાલે આ તમામ 15 જુગારીઓને જાહેરમા સરભરા કરી તેઓનુ સરઘસ સમગ્ર શહેરમા ફેરવ્યુ હતુ સાથે તમામ જુગારીઓને હવે અમે જુગાર નહિ રમીએા સોગઁધ પણ લેવડાવ્યા હતા પરંતુ જુગારધામની ક્લબ પર દરોડા બાદ પોલીસ દદ્વારા અન્ય એક ફરીયાદ આ તમામ જુગારીઓ પર થઇ હતી જેમા જુગારધામની ક્લબમાથી દરોડા બાદ તપાસ કરતા 50 લીટર દારુ પણ ઝડપાયો હતો જેના લીધે ઝડપાયેલા 15 જેટલા જુગારીઓના જામીન રદ થતા તેઓને જેલબંધી કરવામા આવી હતી