ભેંસાણ નજીક ઉબેણ નદીમાં બાઈક તણાતા યુવાનનું મોત

જૂનાગઢ તા,13
જૂનાગઢ જિલ્લામાં વરસાદની કૃપા દ્રષ્ટી સામે અનેક અઘટીત અને સાવચેતીજનક બાબતો નોંધવા પામી છે.
ભેસાણ નજીક ઉબેણ નદીના એક બેઠા પુલ પરથી એક બાઈક તણાતા એક યુવાનનું મોત થવા પામ્યુ છે. જ્યારે એકનો બચાવ થવા પામ્યો છે, ભેંસાણમાં સ્ટુડિયો ધરાવતા તરૂણ મેલવાલી તથા તેનો મીત્ર મનીષ ઉર્ફે રાજુ ચુડાસમા ચાલુ વરસાદે ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બન્ને બાઈક લઈને આંબાવાડી પ્લોટ પાસે આવેલ બેઠા પુલ પરથી પસાર થવા જતાં હતા ત્યારે ઉબેણ નદીમાં આવેલ ધસમસતા પુલના કારણે બાઈક પાણીમાં તણાવા લાગતા બન્ને યુવાનો પાણીમાં ડુબતા હતા. જેમાં તરૂણ મેલવાણીને બચાવ થયો હતો. જ્યારે મનીષ ચુડાસમાનું પાણીમાં તણાતા ડુબતા મોત થવા પામ્યુ હતું.
જિલ્લામાં વ્યાપક વરસાદના પગલે જૂનાગઢ - બીલખા રોડ ઉપર આવેલ એક પુલ બેસી જવા પામતા જૂનાગઢ, વિસાવદર, અમરેલી રસ્તો બંધ થવા પામ્યો છે તો રાજકોટ વેરાવળ નેશનલ હાઈવે પર વડાલ ગામ નજીક એક સાઈડમાં પાણી ભરાયા છે. જુથળ ગામે 2 મકાન ધરાસય થયા જયા કોઈ જાનહાની થયેલ નથી, જૂનાગઢ - ધોરાજી રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. શહેરના આશીયાના સોસાયટી વિસ્તારમાં 4 ફુટ પાણી ભરાયા છે. તો ધારાગઢ રોડ ઉપર આવેલ એક આશ્રમ પાસે વીજળીનો થાંભલો અડધો વળી જવા પામતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.