ખંભાળીયામાં મહિલા પર સાત પડોશીઓ દ્વારા હીચકારો હુમલો

ખંભાળીયા તા.13
ખંભાળીયાના પ્રૌઢા પર હુમલો થતા મહિલાઓ સહિત સાત સામે ફરીયાદ નોંધાઇ છે.
ખંભાળીયામાં શકિતનગર વિસ્તારમાં વાણીયાવાડી ખાતે રહેતા પુનાબેન દેવાભાઇ વરજાંગભાઇ સંધીયા નામના પપ વર્ષના પ્રૌઢા તેમના ઘરે એકલા હતા ત્યારે સવારના સમયે તેમની બાજુમાં રહેતા સલીમ, ફીરોઝ અને ગફાર નામના શખ્સો ઘરની દિવાલ કુદીને ફળીયામાં ઘુસ્યા હતા. જ્યાં કામ કરી રહેલા પુનાબેનને તેઓએ પાઇપ વડે માથામાં ગંભીર ઇજાઓ પહોચાડી નાસી છુટયા હતા. બાદમાં અસ્મીન સલીમ, જબીતા ફીરોઝ, રસીલા ગફાર અને સલીમના સાઢુભાઇએ પણ આવી લાકડી વડે માર માર્યો હતો.
આટલું જ નહિ આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા પોલીસે આ સમગ્ર બનાવ અંગે પુનાબેન સંધીયાની ફરીયાદ પરથી સાતેય પાડોશીઓ સામે આઇપીસી કલમ 3ર3, 3ર4, પ04, 447, 114, પ06(ર) તથા જીપી એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઇ. એમ.એમ.રાશીયાએ હાથ ધરી છે.