સૌરાષ્ટ્રના બે લાખથી વધુ ટ્રકના પૈડાને બ્રેક લાગશે

  • સૌરાષ્ટ્રના બે લાખથી વધુ  ટ્રકના પૈડાને બ્રેક લાગશે

રાજકોટ તા.13
ડીઝલમાં થઇ રહેલા સતત વધારા સહિતના પ્રશ્રે ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટર કોંગ્રેસ ન્યુ દિલ્હી દ્વારા આગામી તા.ર0 જુલાઇથી ટ્રક ટ્રાન્સપોર્ટરના બેમુદતી હડતાલના અપાયેલા એલાનના અનુસંધાને સૌરાષ્ટ્રમાં હડતાલ બાબતે મીટીંગોનો દોર શરૂ થયો છે ત્યારે આજરોજ રાજકોટ ખાતે રાજકોટ ગુડઝ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની
મીટીંગ યોજાઇ હતી અને બંધને સંપૂર્ણ ટેકો મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.
રાજકોટ ગુડઝ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. પ્રમુખ હસુભાઇ ભગદેવે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યુ દિલ્હીના અચોક્કસ મુદતના એલાનને સંપૂર્ણ ટેકો આપવા માટે આજે રાજકોટ ખાતે એક મીટીંગ યોજવામાં આવી હતી અને તમામને દેશવ્યાપી ચક્કાજામમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.
ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો, થર્ડ પાર્ટી પ્રીમિયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા અને ઇન્સ્યોરન્સ પોલીસી પર જીએસટી નાબુદી સહિતના પ્રશ્રે સરકારમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગણી કરવામાં આવશે.
અચોક્કસ હડતાલ અને ચક્કાજામથી સૌરાષ્ટ્રના ર લાખથી વધુ ટ્રકોના પૈડા થંભી જશે. આયાત-નિકાસમાં મોટો ફટકો પડી શકે છે તેમજ કરોડોના વેપાર ઉપર અસર પડી શકે તેમ છે પરંતુ સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખી જીવન-જરૂરીયાત ચીજવસ્તુના માલ પરીવહનવાળા આ હડતાલમાં જોડાશે નહીં તેવું જાણવા મળી રહ્યું હતું.