ભેંસાણના બામણગઢ નજીક વાહન હડફેટે બાઇક ચાલકનું મોત

  • ભેંસાણના બામણગઢ નજીક  વાહન હડફેટે બાઇક ચાલકનું મોત

જૂનાગઢ તા.13
ભેંસાણના બામણગઢ ગામ નજીક કોઇ અજાણ્યાચ વાહન ચાલકે મોટર સાયકલને હડફેંટે લેતા એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટ્યો હતો. ભેસાણથી 12 કીમી દુર બામણગઢ નજીક ગઇકાલે બપોરના 2 વાગ્યે પહેલાના કોઇપણ સમયે એક મોટર સાયકલને અજાણ્યા વાહને હડફેંટે લેતાં મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થતાં મરણ પામેલ હતો જે અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માત અંગે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે બામણગઢના હરેશભાઇ ચનાભાઇ વાળાએ ગુરૂવારના બપોરના 2 વાગ્યા પહેલાં બામણગઢ ગામ નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી એક મોટર સાયકલને હડફેંટે લેતાં રમેશભાઇ ભાયાભાઇનું માત નીપજાવી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ નાશી ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી મૃતદેહને પીએમમાં મોકલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.