જામનગરના સરદારનગર ખાતે જૂગારનો અખાડો : 6 પકડાયા

જામનગર તા.13
જામનગર શહેરના ગોકુલનગર, સરદારનગરમાં જૂગાર રમતા 6 ઇસમોને રૂા.60 હજાર રોકડ તથા ઇકો ગાડી મળી કુલ રૂા.ર,60,300 ના મુદ્દામાલ સાથે એલસીબીએ પકડી પાડયા હતા.
જામનગરના પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સુચના મુજબ એલસીબી સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ તથા પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલસીબીના પો.હેડ કોન્સ. રામદેવસિંહ ઝાલા, પો.કોન્સ. નિર્મળસિંહ બી.જાડેજા તથા કમલેશભાઇ રબારીને બાતમી મળી હતી કે જામનગર શહેરમાં ગોકુલનગર, સરદારનગરના ભાડાના મકાનમાં રહેતા શૈલેષગીરી લાભગીરી ગોસ્વામી બાવાજી પોતાના કબ્જાના મકાનમાં બહારના માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવે છે. પોલીસે રેઇડ કરતા કુલ 6 ઇસમો રોકડ રૂા.60,300 તથા ઇકો ગાડી 01 મળી કુલ રૂા.ર,60,300 ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ વિરૂધ્ધ પો.હેડ કોન્સ. બશીરભાઇ મલેકની ફરીયાદ આધારે પો.ઇન્સ. આર.એ.ડોડીયાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ આ મુજબ છે. 1. શૈલેષગીરી લાભુગીરી ગોસ્વામી બાવાજી રહે. જામનગર ગોકુલનગર, સરદારનગર, ભરતભાઇ કમલેશભાઇ ચૌહાણ રહે. ગોકુલનગર, પાણાખાણ, રામનગર, ફકીરમામદ ઉર્ફે દરબાર જુમાભાઇ અખાણી સુમરા રહે.ઉગમણા જાપે, લાલપુર, હારૂનભાઇ કારાભાઇ ઉર્ફે અબ્દુલ સમા રહે.લાલપુર ઉગમણે જાપે, ભીમશીભાઇ રાણાભાઇ મારીયા રહે. નાદુરીગામ વાડી વિસ્તાર રૂપાવટી ડેમના કાઠે, તા.લાલપુર, આરીફભાઇ આમદભાઇ ભટ્ટી રહે.લાલપુર, છબીલચોક, તા.લાલપુર
આ કાર્યવાહી પો.સ.ઇ. વી.વી.વાગડીયા, વી.એમ.લગારીયા તથા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, વશરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા વગેરે દ્વારા કરવામાં આવેલ છે.