પીધેલી હાલતમાં પકડાયેલા ત્રણ પોલીસમેનની બદલી સાથે સસ્પેન્ડ

  • પીધેલી હાલતમાં પકડાયેલા ત્રણ પોલીસમેનની બદલી સાથે સસ્પેન્ડ

જામનગર તા,13
જામનગર નજીક નાઘુના વિસ્તારમાં આવેલી એક વાડીમાં દારૂની મહેફીલ માણીને નિકળેલા અને નારણપર પાસેથી કાર તેમજ એકટીવા સ્કૂટરમાં ત્રણ પોલીસ કર્મચારીઓ તથા અન્ય એક શખ્સને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધા હતા જે ચારેય શખ્સો સામે દારૂબંધી ભંગ અંગેનો ગુન્હો નોંધાયો પછી જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણેય પોલીસ કર્મીઓ સામે આકરૂ પગલું ભરી રાતો રાત સસ્પેન્ડ કરી દીધા છે.
જામનગરના પંચકોસી બી ડીવી.માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ લખુભા કંચવા તેમજ સીટી સી. ડીવી. પોલીસ મથકમાં ફરજ બજાવતા જયરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા અને મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નાઘુના વિસ્તામાં આવેલી એક વાડીમાં દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો જે દરમીયાન ત્રણેય પોલીસ કર્મીઓ અને કલ્પેશ લખીયર નામનો શખ્સ ત્યાંથી ભાગી જવાની પેરવી કરતા બે મોટરકાર અને એક એકટીવામાં નાશી રહેલા ચારેયની લોકલ ક્રાઇમબ્રાન્ચની ટીમે ધરપકડ કરી લીધી હતી અને ચારેયને પંચ કોશી બી. ડીવી. પોલીસ મથકમાં લઇ જઇ તેઓ સામે દારૂબંધી ભંગ અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ત્યારપછી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પાલીસ કર્મચારીની જોડીયા બદલી કરી હતી જયારે સીટી સી. ડીવી. ના બંને પોલીસ કર્મચારીઓની જામજોધપુર અને કાલાવડ બદલી કરી નાખી ત્રણેયને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.