જામનગરમાં ઓરી-નુરબીબી વિરોધી રસીકરણ ઝુંબેશ માટે તંત્ર તૈયાર

જામનગર તા.13
જામનગર શહેર તથા તાલુકા જીલ્લામાં ઓરી અને નુરબીબી રસીકરણ ઝુંબેશ માટે તંત્ર સજ્જ બન્યું છે.
જામનગર મહાનગરપાલીકામાં મેયરના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડમાં મીઝલ્સ (ઓરી) અને રૂબેલા (નુરબીબી) રસીકરણ અભિયાનના ભાગરૂપે પદાધિકારીઓ અને નગરસેવકો માટે વર્કશોપ રખાયો હતો. મીઝલ્સ (ઓરી) અને રૂબેલા (નુરબીબી) રસીકરણ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલાની રસી શાળાઓ અને આંગણવાડી તથા સરકારી દવાખાનામાં આપવામાં આવશે.
મહત્વપૂર્ણ બાબતે એ છે કે આ અભિયાન હેઠળ શહેરના 9 માસથી 1પ વર્ષ સુધીના વયજુથના બાળકોને રસી મુકવામાં આવશે. ઓરી રોગની નાબુદી અને રૂબેલા રોગને નાબુદી અને રૂબેલા રોગને કંટ્રોલ કરવા માટે શહેરમાં વિશાળ જનજાગૃતિ ફેલાય તેવા હેતુસર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેયર હસમુખભાઇ જેઠવા, ડે.મેયર કરશનભાઇ કરમુર, સ્ટે.કમીટીના ચેરમેન સુભાષભાઇ જોશી, કમિશ્નર પ્રતિભાબેન કનખરા અને બહોળી સંખ્યામાં નગરસેવકો હાજર રહેલ અને લોકોને આ અભિયાન હેઠળ 9 માસથી 1પ વર્ષ બાળકોનું રસીકરણ કરાવે તેવી અપીલ છે. આ અભિયાન અંતર્ગત પદાધિકારીઓ તથા નગરસેવકોને ઇન્ચાર્જ ડો.એચ.કે.ગોરી તથા ડો.વિનયકુમાર પ્રતિનિધિ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે વિવિધ સુચનો આપવામાં આવ્યા હતા.
જામનગર તાલુકામાં મીઝલ્સ કેમ્પેઇન રસીકરણ અભિયાન તા.16/7/ર018 થી કાર્યક્રમ શરૂ થનાર છે, જેમાં 9 માસથી 1પ વર્ષ સુધીના તમામ આંગણવાડી શાળાએ જતા ન જતા ખાનગી અને સરકારી આશ્રમ શાળા, મધરેસાઅ સ્કુલ તથા વાડી વિસ્તારના બાળકોને ઓરી અને નુરબીબીની રસીથી આવરી લેવામાં આવશે. તાલુકામાં 9 માસથી 1પ વર્ષ સુધીના અંદાજીત 70000 બાળકોને વિનામુલ્યે રસી મુકવામાં આવશે. શાળા, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પીટલોમાં અભિયાનની તારીખ મુજબ બાળકોને નુરબીબી રસીથી અવશ્ય રક્ષીત કરાવવા તાલુકા હેલ્થ ઓફીસર જામનગરની યાદીમાં જણાવાયું છે.