જામનગરમાં અષાઢી બિજને અનુલક્ષીને ફૂડ શાખાએ ઠેર-ઠેર પાડ્યા દરોડા

  • જામનગરમાં અષાઢી બિજને અનુલક્ષીને ફૂડ શાખાએ ઠેર-ઠેર પાડ્યા દરોડા
  • જામનગરમાં અષાઢી બિજને અનુલક્ષીને ફૂડ શાખાએ ઠેર-ઠેર પાડ્યા દરોડા

જામનગર તા,13
જામનગર શહેરમાં અષાઢી બીજના તહેવારને લઇને શહેરના કેટલાક મિઠાઇ ફરસાણના વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં મીઠાઈ ફરસાણનું ઉત્પાદન કરવાનું વેચાણ કરવામાં આવતુ હોવાથી ફુડ શાખાની ટીમે ગઇકાલે ચેકીંગ કર્યુ હતુંફ. મીઠાઈ ફરસાણોની 8 દુકાનો તેમજ પટેલ કોલોની વિસ્તારમાં 23 જેટલી રેકડીઓમાં ચેકીંગ હાથ ધરી જરૂરી સુચનાઓ અપાઈ હતી. ઉપરાંત એક ફૂડ કોર્નરમાંથી 20 જેટલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલીકાની ફુડ વિભાગની ટીમ દ્વારા ગઇકાલે બપોરે પટેલ કોલોની વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અષાઢી બીજના તહેવારને લઇને ફરસાણ અને મીઠાઈનું વધુ વેંચાણ થતું હોવાથી ઉપરોકત સમગ્ર વિસ્તારમાં આવેલી મીઠાઈ ફરસાણની આઠ દુકાનોમાં જઇ ચેકીંગ કર્યુ હતું અને વેપારીઓને જરૂરી આરોગ્ય વિષયક સુચનાઓ આપી હતી. આ ઉપરાંત ડીકેવી કોલેજથી પટેલ કોલોની વિસ્તારમાં આવેલી 23 જેટલી રેકડીઓ કે જેમાં ખાણીપીણીની જુદી જુદી વસ્તુઓનું વેચાણ થાય છે જે તમામ રેકડીઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ખોરાક તેમજ પાણી વગેરેની સ્વચ્છતા બાબતે જરૂરી સુચના અપાઈ હતી. ઉપરાંત જે રેકડી ધારકો ફુડનું લાયસન્સ ન ધરાવતા હોય તેઓએ આરોગ્ય શાખામાંથી ફુડનું લાયસન્સ મેળવી લેવા સુચના અપાઈ હતી.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં, શેરી નં.10ના કોર્નર પર આવેલા મારેડીયન ફાસ્ટ ફૂડ કોર્નરમાં ચેકીંગ હાથ ધર્યુ હતું જે ચેકીંગ દરમીયાન બાફેલા બટેટા, લોટ, ગ્રેવી તથા કાચુ શાક-ભાજી સહિતનો રાંધેલો ખોરાક કે જે વાસી હોવાનું માલુમ પડ્યું હતું. આથી કુલ 20 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. અષાઢી બીજના તહેવારને લઇને શહેરના અન્ય વિસ્તારોમાં આવેલી મીઠાઈ ફરસાણની દુકાનો વગેરેમાં પણ ચેકીંગની કાર્યવાહી અવિરત ચાલુ રખાઈ છે.