ખંભાળીયા અને દ્વારકામાં લોક પ્રશ્ર્ને પ્રભારી મંત્રીએ સમીક્ષા બેઠક યોજી

  • ખંભાળીયા અને દ્વારકામાં લોક પ્રશ્ર્ને પ્રભારી મંત્રીએ સમીક્ષા બેઠક યોજી

ખંભાળિયા, તા. 13
ખંભાળિયા: કેબીનેટની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ જિલ્લાના પ્રભારી મંત્રી દ્વારા જિલ્લાની મુલાકાત લઇ લોકોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગુરુવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તેમજ દ્વારકા પ્રાંતના પ્રશ્નો પડતર અંગે જિલ્લાના પ્રભારી મંત્રી તથા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજય મંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે નગરપાલિકા સંચાલિત વિરબાઇ માણેક હોલ માં તથા ખંભાળીયા ખાતે કલેકટર કચેરી સભાખંડમાં બેઠક મળી હતી.
જેમાં દ્વારકા પ્રાંતના પીજીવીસીએલ, રોડ રસ્તા, પાણી પુરવઠા, શિક્ષણ વગેરેને લગતા દ્વારકા તાલુકાની 28 અરજીઓ તથા 33 પ્રશ્નો તેમજ કલ્યાણપુર તાલુકાની 21 અરજીઓ તથા 21 પ્રશ્નો રજુ થયા હતા. તેમજ ખંભાળીયા ખાતે યોજાયેલ બેઠકમાં ખંભાળીયા તાલુકાના 16 પ્રશ્નો તેમજ ભાણવડ તાલુકાના 29 પ્રશ્નો રજુ થયા હતા.
મંત્રી વાસણભાઇ આહીરે રાજય સરકાર લેવલના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી કક્ષાએ બેઠક કરી ત્વરિત ઉકેલ આવે તેવા પ્રયાસો કરવા ખાત્રી આપી હતી . તેમજ જિલ્લા કક્ષાના પ્રશ્નો બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી વહેલી તકે નિરાકરણ લાવવા સુચના આપી હતી.