ધારીમાં લુખ્ખાગીરી કરનાર શખ્સો સામે થશે કડક કાર્યવાહી

  • ધારીમાં લુખ્ખાગીરી કરનાર શખ્સો સામે થશે કડક કાર્યવાહી

ધારી તા.13
ધારી પોલીસ દ્વારા આગામી આવી રહેલ અસાઢી બીજ તેમજ શ્રાવણ માસ ના તહેવારો નિમિતે ધારી ગ્રામ પંચાયત ખાતે ગઈકાલે સાંજના 5:00 કલાકે ડી.વાય.એસ.પી આર.એલ. માવાણી તેમજ ધારી સી.પી.આઇ. પી.પી ચૌધરી તેમજ ધારી પી.એસ.આઈ કે.ડી ગોહિલ ના અધ્યક્ષ સ્થાને ઘારીગ્રામ પંચાયત ઓફીસખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવેલ હતી જેમાં ધારીના સરપંચ જીતુભાઈ જોશી અતૂલભાઇ કાનાણી, ઉપસંરપંચ, જીઞેશગીર તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારી આગેવાનો વ્હરા સમાજ દલીત સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા આ મિટિંગમાં હિંદુ-મુસ્લિમના તહેવારો શાંતિપૂર્ણ અને કોમી એકતા સાથે ઉજવાઈ તેવૂ ડી.વાય.એસ.પી આર.એલ માવાણી જણાવેલ અને થોડા દિવસોમાં શ્રાવણ માસ તેમજ બહેનો અને દીકરીયોના વ્રતો આવી રહ્યા છે ત્યારે શેહરમાં રોમિયો ગીરીકરનાર તેમજ લુખ્ખા તત્વોનો છોડવામાં આવશે નહી શહેર ને સી.સી.ટિવી કેમેરાથી મઢવા સહીત ના પોલીસે ને લગતા પ્રશ્રનો ની ચચો કરવા માં આવી હતી.